________________
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો...
૩૪૯
દેખી શ્રી પાર્શ્વતણી દેખી શ્રી પાર્શ્વતણી, મૂરતિ અલબેલડી, ઉજ્જવળ ભયો અવતાર રે, મોક્ષગામી ભવથી ઉગારજો, શિવગામી ભવથી ઉગારજો, દેખી...૧ મસ્તકે મુગટ સોહે, કાને કુંડળીયા, ગલે મોતીયન કા હાર રે, મોક્ષગામી ભવથી ઉગારજે, દેખી...૨ પગલે પગલે તારા ગુણો સંભારતાં, અંતરના વિસરે ઉચાટ રે, મોક્ષગામી ભવથી ઉગારજો, દેખી...૩ આપણા દરિશને આત્મા જગાડ્યો, જ્ઞાન દીપક પ્રગટાવ રે મોક્ષગામી ભવથી ઉગારો, દેખી...૪ આત્મા અનંતા પ્રભુ આપે ઉગારીયા, તારો સેવકને ભવપાર રે, મોક્ષગામી ભવથી ઉગારજો, દેખી...૫
(૩)
અમી ભરેલી અમી ભરેલી નજરું રાખો, શંખેશ્વરના પારસનાથ દર્શન આપો, દુઃખડા કાપો, શંખેશ્વરના પારસનાથ ચરણ કમલમાં શીષ નમાવી, દર્શન કરૂં શ્રી પાર્શ્વનાથ રે દયા કરીને ભક્તિ દેજો...શંખેશ્વરના પારસનાથ...અમી. હું દુઃખિયારો તારે દ્વારે, આવી ઉભો શ્રી પાર્શ્વનાથ રે આશિષ દેજે, ઉરમાં લેજો... શંખે. તારે ભરોસે જીવન નૈયા, હાંકી રહ્યો શ્રી પાર્શ્વનાથ રે બની સૂકાની પાર ઉતારો... શંખે. ભક્તો તમારા કરે વિનંતી, સાંભળજે શ્રી પાર્શ્વનાથ રે જેન મંડળની અરજી સુણજે... શંખે.
જો આજે તારાથી કોઈમહાન કામ થતું હોય તો તારા સર્વસુખનો ભોગ પણ આપી દેજે.