________________
૩૪૮
રત્નત્રયી ઉપાસના
એકસો વરસનું આઉખું એ, પાળી પાર્શ્વકુમાર; ‘પદ્મ' કહે મુક્ત ગયા, નમતાં સુખ નિરધાર. ૩ - શ્રી પાર્શ્વનાથ ભગવાનના સ્તવનો -
આવો આવો પાસજી મુજ મળીયા રે,
મારા મનના મનોરથ ફળીયા; આવો આવો. તારી મૂરતિ મોહનગારી રે, સહુ સંઘને લાગે છે પ્યારી રે,
તમને મોહી રહ્યા સુરનરનારી. આવો.૧ અલબેલી મૂરત પ્રભુ તારી રે, તારા મુખડા ઉપર જાઉ વારી રે,
નાગ-નાગણીની જોડ ઉગારી. આવો.” ધન્ય ધન્ય દેવાધિદેવા રે, સુરલોક કરે છે સેવા રે;
અમને આપોને શિવપુર મેવા. આવો.૩ તમે શિવ રમણીના રસીયા રે, જઈ મોક્ષપુરીમાં વસીયા રે,
મારા હૃદય કમળમાં વસીયા. આવો.૪ જે કોઈ પાર્શ્વતણા ગુણ ગાશે રે; ભવભવનાં પાતિક જાશે રે,
તેનાં સમકિત નિર્મળ થાશે. આવો.૫ પ્રભુ વેવીશમાં જિનરાયા રે, માતા વામાદેવીના જાયા રે;
અમને દરિશન ઘોને દયાળા. આવો.૬ હું તો લળી લળી લાગું છું પાય રે, મારા ઉરમાં તે હરખ ન માય રે;
એમ ‘માણેકવિજય” ગુણ ગાય. આવો.
વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળનો ઉપયોગ કરજે.