________________
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો...
૩૪૫
શાસનસુરી સારી અંબિકા નામ ઘારી, જે સમકિતી નર નારી પાપ સંતાપ વારી; પ્રભુસેવાકારી જાપ જપીએ સવારી, સંઘદુરિત નિવારી, પદ્મને જેહ પ્યારી.
૪
(૨)
(રાગ - શ્રી શત્રુંજ્ય તીરથ સાર) શ્રી ગિરનાર શિખર શણગાર, રામતી હૈડાનો હાર,
જિનવર નેમકુમાર, પૂરણ કરૂણારસ ભંડાર, ઉગાર્યા પશુઆ એ વાર,
સમુદ્રવિજય મલ્હાર; મોર કરે મધુરો કિકાર, વિચે વિચે કોયલના ટહુકાર,
સહસ્રગમે સહકાર, સહસાવનમાં હુઆ અણગાર, પ્રભુ પામ્યા કેવલ સાર,
પોહોંતા મુક્તિ મોઝાર. ૧ સિદ્ધગિરિ એ તીરથ સાર, આબુ અષ્ટાપદ સુખકાર,
- ચિત્રકુટ વૈભાર, સોવનગિરિ સમેત શ્રીકાર, નંદીશ્વર વર દ્વીપ ઉદાર,
જિહાં બાવન વિહાર; કુંડલ રૂચક ને ઈક્ષકાર, શાશ્વતા અશાશ્વતા ચૈત્ય વિચાર,
અવર અનેક પ્રકાર, કુમતિ વયણે મ ભૂલ ગમાર, તીરથ ભેટે લાભ અપાર,
ભવિયણ ભાવે જુહાર. ૨ પ્રગટ છઠે અંગે વખાણી, દ્રૌપદી પાંડવની પટરાણી,
પૂજા જિન પ્રતિમાની,
ચાલ્યું આવતું વેર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે.