________________
૩૪૪
*
રત્નત્રયી ઉપાસના
નરભવ ચિંતામણિ પાયા, તબ ચાર ચોર મીલ આયા; મુજે ચૌટેમેં લૂટ ખાયા, અબ સાર કરો જિનરાયા;
કિસ કારણ દેર લગાયા. કિસ. મેં૫ જિણે અંતરગતમેં લાયા, પ્રભુ નેમિ નિરંજન ધ્યાયા; દુઃખ સંકટ વિઘન હટાયા, તે પરમાનંદ પદ પાયા
ફિર સંસારે નહિ આયા.ફિર. મેં.૬ મેં દૂર દૂર દેશમેં આયા, પ્રભુ ચરણે શીષ નમાયા; મેં અરજ કરી સુખદાયા, તુમે અવધારો મહારાયા;
એમ “વીરવી” ગુણ ગાયા. એમ. મેં - શ્રી નેમિનાથ ભગવાનની સ્તુતિઓ:- .
૧
રાજુલ વર નારી, રૂપથી રતિ હારી, તેહના પરિહારી, બાળથી બ્રહ્મચારી; પશુ ઉગારી, હુઆ ચારિત્રધારી, કેવળસિરિ સારી પામિયા ઘાતી વારી. ત્રણ જ્ઞાન સંયુક્તા, માતની કુખે હુંતા, જનમે પુરÇતા આવી સેવા કરતા; અનુક્રમે વ્રત ધરતા, પાંચ સમિતિ ધરંતા, મહિયલ વિચરતા, કેવલશ્રી વસંતા. સવિ સુરવર આવે, ભાવના ચિત્ત લાવે, ત્રિગડું સોહાવે, દેવછંદો બનાવે; સિંહાસન ઠાવે, સ્વામીના ગુણ ગાવે, તિહાં જિનવર આવે, તત્ત્વ વાણી સુણાવે.
૨
૩
પવિત્રતાનું મૂળ સદાચાર છે.