________________
૩૪૦
રત્નત્રયી ઉપાસના
763
-: શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું સ્તવન :
મુનિસુવ્રત મન મોહ્યું મારૂં, શરણ ગ્રહ્યું મેં તુમારું; પ્રાતઃ સમય જ્યારે હું જાણું, સ્મરણ કરૂં છું તુમારું, હો જિનજી; તુજ મૂરતિ મન હરણી, ભવસાગર જલ તરણી, હો જિનજી. તુજ.૧
આપ ભરોશો આ જગમાં છે, તારો તો ઘણું સારું, જન્મ જરા મરણો કરી થાક્યો, આશરો લીધો છે મેં તારો, હો જિનજી. તુજ.૨
ચું ચું શું શું ચિડીયા બોલે, ભજન કરે છે તુમારું; મૂર્ખ મનુષ્ય પ્રમાદે પડ્યો રહે, નામ જપે નહિં તારું; હો જિનજી. તુજ.૩
ભોર થતાં બહુ શોર સુછું હું, કોઈ હસે કોઈ રુવે ન્યારું, સુખીઓ સુવે ને દુ:ખીઓ રુવે, અકલ ગતિએ વિચારું; હો જિન. તુજ.૪ .
ખેલ ખલકનો બંધ નાટકનો, કુટુંબ કબીલો હું ધારું; જ્યાં સુધી સ્વાર્થ ત્યાં સુધી સર્વે, અંત સમયે સહુ ન્યારું; હો જિનજી. તુજ.૫
માયા જાળ તણી જોઈ જાણી, જગત લાગે છે ખારૂં, ‘‘ઉદયરત્ન’’ એમ જાણી પ્રભુ તારૂં, શરણ ગ્રહ્યું છે મેં સારૂં; હો જિનજી. તુજ.૬
સ્તુતિ ઃ
-
: શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનની મુનિસુવ્રત નામે, જે ભવિ ચિત્ત કામે, સવિ સંપત્તિ પામે, સ્વર્ગનાં સુખ જામે;
ન કો
તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાર્થે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં.