________________
૩૩૬
OCTઝ રત્નત્રયી ઉપાસના મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે; બીજી વાત સમરથ છે નર, એહને કોઈ ન ઝેલે હો. કુંથુ.૭ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહીં ખોટી; એમ કહે સાધ્યું તે નવિ માનું, એહિ જ વાત છે મોટી હો. કુંથુ.૮ મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, આગમથી મતિ આણું, આનંદઘન પ્રભુ ! મારું આણો, તો સાચું કરી જાણે હો. કુંથુ.૯
- શ્રી કુંથુનાથ ભગવાનની સ્તુતિ :કુંથુ જિનનાથ, જે કરે છે સનાથ, તારે ભવ પાથ, જે ગ્રહી ભવ્ય હાથ, એહનો તજે સાથ, બાવળ દીએ બાથ,
તરે સુરનર સાથે, જે સુણે એક ગાથ. ને હસ્તિનાપુર તીર્થાધિપતિ શ્રી કુંથુનાથાય નમઃ |
૧૮) શ્રી અરનાથ ભગવાન
- શ્રી અરનાથ ભગવાનનું ચૈત્યવંદન :નાગપુરે અર જિનવરૂ, સુદર્શન નૃપ નંદ, દેવી માતા જનમીયો, ભવિજન સુખકંદ. ૧ લંછન નંદાવર્તનું, કાયા ધનુષ ત્રીસ, સહસ ચોરાસી વરસનું, આયુ જાસ જગીશ. ૨ અરૂજ અજર અર જિનવરૂ એ, પામ્યા ઉત્તમ ઠાણ, તસ પદપદ્મ આલંબતાં, લહીયે પદ નિરવાણ. ૩
પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે એ વિચાર આજના દિવસમાં પ્રવેશ કર.