________________
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો.
૩૩૫
૧૭) શ્રી કુંથુનાથ ભગવાન - શ્રી કુંથુનાથ ભગવાનનું ચૈત્યવંદન :કુંથુનાથ કામિત દીએ, ગજપુરનો રાય; સિરિ માતા ઉરે અવતર્યો, શૂર નરપતિ તાય. ૧ કાયા પાંત્રીસ ધનુષની, લંછન જસ છાગ; કેવલજ્ઞાનાદિક ગુણો, પ્રણમો ધરી રાગ. ૨ સહસ પંચાણું વરસનું એ, પાલી ઉત્તમ આય; પદ્મવિજય કહે પ્રણમીએ, ભાવે શ્રી જિનરાય. ૩
- શ્રી કુંથુનાથ ભગવાનનું સ્તવન -
મનડું કિમ હી ન બાજે હો કુંથુજિન, મનડું કિમ હી ન બાજે જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અળગું ભારે હો. કુંથુ.૧ રજની વાસર વસતી ઉજજડ, ગયણ પાયાલે જાય; સાપ ખાય ને મુખડું થોથું, એહ ઉખાણો ન્યાય હો. કુંથુ.ર મુક્તિતણા અભિલાષી તપીયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એહવું ચિતે, નાંખે અવળે પાસે હો; કુંથુ.૩ આગમ આગમધરને હાથે, નાવે કિણ-વિધ આકું; કિહાં કણે જો હઠ કરી અટકું તો વ્યાલ તણી પરે વાંકું હો; કુંથુ.૪ જે ઠગ કહું તો ઠગતો ન દેખું, શાહુકાર પણ નાહિ; સર્વ માંહે ને સહુથી અલગું, એ અચરિજ મનમાંહિ હો. કુંથુ.૫ જે જે કહું તે કાન ન ધારે, આપ મતે રહે કાલો; સુરનર પંડિત જન સમજાવે, સમજે ન માહરો સાલો હો. કુંથુ.૬
જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર.