________________
રત્નત્રયી ઉપાસના
કનક કમલ પગલાં ઠવે, જગ શાન્તિ કરજે, રયણ સિંહાસન બેસીને, ભલી દેશના દીજે; યોગાવંચક પ્રાણીયા, ફલ લેતાં રીઝે, પુષ્કરાવર્તના મેઘમાં, મગશેલ ન ભીંજે. ક્રોડવદન શૂકરારૂઢો, શ્યામ રૂપે ચાર, હાથ બીજોરું કમલ છે, દક્ષિણ કર સાર; જ ગરૂડ વામ પાણિએ, નકુલાક્ષ વખાણે, નિર્વાણીની વાત તો, કવિ વીર તે જાણે.
છે ભોપાવર તીર્થાધિપતિશ્રી શાંતિનાથાય નમઃ |
વંદો જિન શાંતિ, જાસ સોવન કાંતિ, ટાળે ભવભ્રાંતિ, મોહ મિથ્યાત્વ શાંતિ, દ્રવ્ય-ભાવ અરિ પાંતિ, તાસ કરતા નિકાંતિ, ધરતા મન ખાંતિ, શોક-સંતાપ-વાંતિ. દોય જિનવર નીલા, હોય ધોળા સુશીલા, દોય રકત રંગીલા, કાઢતાં કર્મ કલા, ન કરે કોઈ હિલા, દોય શ્યામ સલીલા, સોળ સ્વામિજી પીલા, આપજે મોક્ષલીલા. જિનવરની વાણી મોહ-વલ્લી કૃપાણી ! સૂત્રે દેવાણી સાધુને યોગ્ય જાણી, અરથનું થાણી દેવ મનુષ્ય પ્રાણી, પ્રણામો હિત આણી, મોક્ષની એ નિશાણી. વાગીશ્વરી દેવી હર્ષ હિયડે ધરેવી, જિનવર પય સેવી, સાર શ્રદ્ધા વરવી, જે નિત્ય સમરેવી, દુ:ખ તેહનાં હરેવી, પદ્મવિજય કહેવી, ભવ્ય સંતાપ એવી.
૪
જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દષ્ટિ કર.