________________
તિર્થંકર ભગવાનના ચૈત્યવદનો...
૩૩૩
. (૨) મારો મુજરો લ્યોને રાજ ! સાહિબ ! શાંતિ ! સલૂણાં ! અચિરાજીના નંદન તોરે, દરિસન હેતે આવ્યો; સમકિત રીઝ કરીને સ્વામી, ભક્તિ ભેટશું લાવ્યો. મારો. ૧ દુઃખ ભંજન છે બિરૂદ તમારું, અમને આશ તુમારી; તુમે નીરાગી થઈને છૂટો, શી ગતિ હોશે અમારી ? મારો. ૨ કહેશે લોક “ન તાણી કહેવું, એવડું સ્વામી આગે; પણ બાળક જે બોલી ન જાણે, તો કિમ વ્હાલો લાગે. મારો. ૩ મારે તો તું સમરથ સાહિબ, તો કિમ ઓછું માનું ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું. મારો. ૪ અધ્યાતમ રવિ ઉગ્યો મુજ ઘટ, મોહ તિમિર હયું જુગતે; વિમલવિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે. મારો. ૫
- શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિઓ :'
(૧) (રાગ : શાન્તિ જિનેશ્વર સમરીયે) શાન્તિ સુહંકર સાહિબો, સંયમ અવધારે, સુમિત્રને ઘેર પારણું, ભવપાર ઉતારે; વિચરતા અવનીતલે, તપ ઉગ્ર વિહારે, જ્ઞાન ધ્યાન એક તાનથી, તિર્યંચને તારે. ૧ પાસ વીર વાસુપૂજ્યજી, નેમ મલ્લિકુમારી, રાજ્યવિહુણા એ થયા, આપે વ્રતધારી; શાન્તિનાથ પ્રમુખ સવિ, લહી રાજ્ય નિવારી, મલ્લી નેમ પરણ્યા નહિ, બીજા ઘરબારી.
આજે જો તું દુષ્કૃતમાં દોરાતો હો તો મરણને સ્મર.