________________
૩૨૮
OCTS:
રત્નત્રયી ઉપાસના
૧૪) શ્રી અનંતનાથ ભગવાન - શ્રી અનંતનાથ ભગવાનનું ચૈત્યવંદન :અનંત અનંત ગુણ આગરૂ, અયોધ્યા વાસી; સિંહસેન નૃપ નંદનો, થયો પાપ નિકાસી. ૧ સુજસા માતા જનમીયો, ત્રીસ લાખ ઉદાર; વરસ આઉખું પાલીયું, જિનવર જયકાર. ૨ લંછન સિચાણા તણું એ, કાયા ધનુષ પચાસ; જિનપદ પદ્મ નમ્યા થકી, લહીયે સહજ વિલાસ. ૩ - શ્રી અનંતનાથ ભગવાનનું સ્તવન - ધાર તલવારની સોહિલી દોહિલી,
ચૌદમા જિનતણી ચરણસેવા; ધાર પર નાચતાં દેખ બાજીગરા,
સેવના ધાર પર રહે ન દેવા. ધાર. ૧ એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી,
ફળ અનેકાંત લોચન ન દેખે; ફળ અનેકાંત કિરિયા કરી બાપડા,
રડવડે ચાર ગતિમાંહિ લેખે. ધાર. ૨ ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં,
તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં,
મોહ નડિયા કલિકાલ રાજે. ધાર. ૩
ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઈ નહીં.