________________
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો...
તું અકલંકી કલંકિત હું તો,
એ પણ રહેણી ન્યારી. હો પ્રભુજી. ૨
તું હિ નિરાશી ભાવ પદ રાજે, હું આશા સંગવિન્દ્વો;
તું નિશ્ચલ હું ચલ તું શુદ્ધો,
હું આચરણે ઊંધો. હો પ્રભુજી. ૩
તુજ સ્વભાવથી અવળા મારા,
ચરિત્ર સકળ જગે જાણ્યાં;
એહવા અવગુણ મુજ અતિ ભારી,
ન ઘટે તુજ મુખ આણ્યા. હો પ્રભુજી. ૪
પ્રેમ નવલ જો હોઈ સવાઈ,
વિમલનાથ જિન આગે;
“કાંતિ” કહે ભવરાન ઊતરતાં,
તો વેળા નવિ લાગે. હો પ્રભુજી. ૫
-: શ્રી વિમલનાથ ભગવાનની સ્તુતિ ઃ
વિમલ જિન જુહારો, પાપ સંતાપ વારો, શ્યામાંબ મલ્હારો, વિશ્વ કીર્તિ વિક઼ારો, યોજન વિસ્તારો, જાસ વાણી પ્રસારો, ગુણગણ આધારો, પુણ્યના એ પ્રકારો.
|| કમ્પિલક તીર્થાધિપતિ શ્રી વિમલનાથાય નમઃ ।
૩૨૭
સર્વજીવને પોતા સરખા જાણી કોઈને દુભવીયે નહી રાગ-રોષ આણીયે નહી.