________________
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો...
૩૨૫
સાત રાજ અલગા જઈ બેઠા,
પણ ભગતે અમ મનમાં પેઠા; અલગાને વળગ્યા જે રહેવું,
તે ભાણા ખડખડ દુઃખ સહેવું. સાહિબા. ૪. ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે,
ભેદ છેદ કરશું હવે ટેકે; ક્ષીરનીર પરે તુમશું મળશું,
વાચક યશ” કહે હેજે હળશું. સાહિબા. ૫.
વાસવ વંદિત. વંદિએજી, વાસુપૂજ્ય જિનરાય; માનું અરૂણ વિગ્રહ કયોંજી, અંતર રિપુ જયકાર. ગુણાકર અદ્ભુત તાહરીરે વાત, સુણતાં હોય સુખ શાંત. ગુણાકર. ૧ અંતર રિપુ ક્રમ જય કયોંજી, પામ્યો કેવલજ્ઞાન; શૈલેશી કરણે દહ્યાજી, શેષ કરમ શુભ ધ્યાન. ગુણાકર. ૨ બંધન છે દાદીક થકીજી, જઈ ફરસ્યો લોકાંત; જિહાં નિજ એક અવગાહનાજી, તિહાં ભવ મુક્ત અનંત. ગુણાકર. ૩ અવગાહના જે મૂળ છે જ, તેહમાં સિદ્ધ અનંત; તેહથી અસંખ્ય ગુણા હોયેજી, ફરસિત જિન ભગવંત. ગુણાકર. ૪ અસંખ્ય પ્રદેશ અવગાહના, અસંખ્ય ગુણ તિણે હોય;
જ્યોતિમાં જ્યોતિ મિલ્યા કરે છે, પણ સંકીર્ણ ન કોય. ગુણાકર. ૫ સિદ્ધ બુદ્ધ પરમાતમાજી, આધિ વ્યાધિ કરી દૂર; અચલ અમલ નિષ્કલંક તું છે, ચિદાનંદ ભરપૂર. ગુણાકર. ૬ નિજ સ્વરૂપમાંહી રમેજી, ભેળા રહત અનંત; પદ્મવિજય તે સિદ્ધનુંછ, ઉત્તમ ધ્યાન ધરંત. ગુણાકર. ૭
મોટું કાર્ય આરંભીને પછી ન્હાનું કરીયે તો લોકમાં હાંસી થાય.