________________
૩૨૪
રત્નત્રયી ઉપાસના
૧૨) શ્રી વાસુપુજયસ્વામી ભગવાન - શ્રી વાસુપુજ્યસ્વામી ભગવાનનું ચૈત્યવંદન :
વાસવ વંદિત વાસુપૂજ્ય, ચંપાપુરી ઠામ; વસુપૂજ્ય કુલ ચંદ્રમા, માતા જયા નામ. ૧. મહિષ લંછન જિન બારમા, સિત્તેર ધનુષ પ્રમાણ; કાયા આયુ વરસ વલી, બહોતેર લાખ વખાણ. ૨. સંઘ ચતુર્વિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય; તસ મુખ પદ્મ વચન સુણી, પરમાનંદી થાય. ૩. - શ્રી વાસુપુજ્ય સ્વામી ભગવાનનું સ્તવન -
(૧) સ્વામી ! તમે કાંઈ કામણ કીધું,
ચિત્તડું અમારું ચોરી લીધું; સાહિબા વાસુપૂજ્ય જિગંદા,
મોહના વાસુપૂજ્ય જિગંદા, અમે પણ તુમ શું કામણ કરશું,
- ભક્તિ ગ્રહી મનઘરમાં ધરશું. સાહિબા. ૧. મનઘરમાં ધરીયા ઘર શોભા,
* દેખત નિત રહેશો થિર થોભા; મન વૈકુંઠ અકુંઠિત ભગત,
યોગી ભાખે અનુભવ યુક્ત. સાહિબા. ૨. કલેશે વાસિત મન સંસાર,
કલેશ રહિત મન તે ભવપાર; જો વિશુદ્ધ મન ઘર તમે આવ્યા, પ્રભુ તો અમે નવનિધિ ઋદ્ધિ પામ્યા. સાહિબા. ૩.
બહુરત્ના વસુંધરા છે માટે પૃથ્વીમાં વિચિત્ર આશ્ચર્ય દેખી વિસ્મય પામવું નહી.