________________
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો...
મુખ્યપણે જે આતમરામી,
તે કેવળ નિ:કામી રે. શ્રી. ૨
નિજ સ્વરૂપ જે કિરિયા સાથે, તેહ અધ્યાતમ લહિયે રે;
જે કિરિયા કરી ચઉગતિ સાથે,
તે ન અધ્યાતમ કહિયે રે. શ્રી. ૩
નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છંડો રે; ભાવ અધ્યાતમ નિજ ગુણ સાથે,
તો તેહશું રઢ મંડો રે. શ્રી. ૪
શબ્દ અધ્યાતમ અર્થ સુણીને,
નિર્વિકલ્પ આદરજો રે;
શબ્દ અધ્યાતમ ભજના જાણી,
હાણ ગ્રહણ મતિ ધરો રે. શ્રી. પ અધ્યાતમ જે વસ્તુ વિચારી,
બીજા જાણ લબાસી રે;
વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે,
“આનંદઘન’” મતવાસી રે. શ્રી. ૬
-: શ્રી શ્રેયાંસનાથ ભગવાનની સ્તુતિ ઃવિષ્ણુ જસ માત, જેના વિષ્ણુ તાત, પ્રભુના અવદાત, તીન ભુવને વિખ્યાત; સુરપતિ સંઘાત, જાસ નિકટે આયાત, કરી કર્મનો ઘાત, પામીયા મોક્ષ શાત.
॥ સિંહપુરી તીર્થાધિપતિ શ્રી શ્રેયાંસનાથાય નમઃ ।
%A
ગર્વ કરવાથી ગુણહીન થઈયે.
૩૨૩