________________
૩૨૨ .
રત્નત્રયી ઉપાસના
- શ્રી શીતલનાથ ભગવાનની સ્તુતિ :
શીતલ જિન સ્વામી, પુણ્યથી સેવ પામી, પ્રભુ આતમરામી, સર્વ પરભાવ વામી; જે શિવગતિ ગામી, શાશ્વતાનંદ ધામી, સવિ શિવસુખ કામી, પ્રણમીએ શીશ નામી. છે કલકત્તા તીર્થાધિપતિ શ્રી શીતલનાથાય નમઃ |
૧૧) શ્રી શ્રેયાંસનાથ ભગવાન
- શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું ચૈત્યવંદન :
શ્રી શ્રેયાંસ અગ્યારમા, વિષ્ણુ નૃપ તાય, વિષ્ણુ માતા જે હની, એસી ધનુષની કાય: ૧ વરસ ચોરાસી લાખનું, પાલ્યું જેણે આય, ખગી લંછન પદક જે, સિંહપુરીનો રાય. ૨ રાજ્ય તજી દીક્ષા વરી એ, જિનવર ઉત્તમ જ્ઞાન, પામ્યા તસ પદ પદ્મને, નમતાં અવિચલ થાન. ૩ - શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું સ્તવન - શ્રી શ્રેયાંસ જિન અંતરજામી,
આતમરામી નામી રે; અધ્યાતમ મત પૂરણ પામી,
સહજ મુગતિ ગતિ ગામી રે. શ્રી. ૧ સયલ સંસારી ઈન્દ્રિયરામી,
મુનિગુણ આતમરામી રે;
પોતાના ગુણનો ગર્વ ન કરવો.