SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... PPC Cong તિમ મુજને પ્રભુ તાહરી રે, લાગી લગન અતિ જોર. તુજશું. ૩ ભર્યાં સરોવર ઊલટે રે, નદિયાં નીર ન માય; તો પણ યાચે મેઘકું રે, જિમ ચાતક જગમાંય. તુજશું. ૪ તિમ જગમાંહે તુમ વિના રે, મુજ મન નાવે રે કોય; ‘‘ઉદય’’ વદે પદ સેવના રે, દીજે સન્મુખ જોય. તુજશું. ૫ (૨) શીતળ જિનવર સાહિબ વિનવું, વિનતડી અવધાર; ભવમંડપમાં રેફરી ફરી નાચતા, કિમઈ ન આવ્યો પાર. શી. ૧ લાખ ચોરાશી રે યોનિમાં વળી, લીધાં નવનવ વેષ; ભમંત ભમંતા રે પુણ્ય પામીઓ, આર્ય માનવ વેષ. શી. ૨ તિહાં પણ દુર્લભ જ્ઞાનાદિ સાંભળી, જેથી સીઝે રે કાજ; તે પામીને ધર્મ જે નવિ કરે, તે માણસને રે લાજ. શી. ૩ જ્ઞાન દર્શન ચારિત્ર ભલું, જે એહ પામે રે સાર; તેહ ભવિક જન નિશ્ચય પામશે, વહેલો ભવનો પાર. શી. ૪ તુમ્હ સેવાથી રે સાહિબ પામીઓ, અવિચળ પદવી વાસ; ઋદ્ધિ કીર્તિ રે અનંતી થાપે, આપે શિવપુર વાસ. શી. ૫ કોઈનું અપમાન કરવું નહી. ૩૨૧
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy