________________
૩૧૬
રત્નત્રયી ઉપાસના
====
અલખ નિરંજન વચ્છલુ, સકળ જંતુ વિશ્રામ લલના, અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ લલના. શ્રી.૪ વીતરાગ મદ કલ્પના, રતિ-અરતિ ભય સોગ લલના, નિદ્રા-તંદ્રા દુરદશા, રિહિત અબાધિત યોગ લલના. શ્રી.૫ પરમ પુરૂષ પરમાતમા, પરમેશ્વર પરધાન લલના, . પરમ પદારથ પરમેષ્ઠી, પરમદેવ પરમાન્ન લલના. શ્રી.૬ વિધિ વિરંચિ વિશ્વભરૂ, હૃષીકેશ જગનાથ લલના, અઘહર અઘમોચન ધણી, મુક્તિ પરમપદ સાથ લલના. શ્રી. એમ અનેક અભિધા ધરે, અનુભવ ગમ્ય વિચાર લલના, જેહ જાણે તેહને કરે, “આનંદઘન” અવતાર લલના. શ્રી.૮
- શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ :સુપાસ જિન વાણી, સાંભળે જેહ પ્રાણી, હૃદયે પહેચાણી, તે તર્યા ભવ્ય પ્રાણી; પાંત્રીશ ગુણ ખાણી, સૂત્રમાં જે ગુંથાણી, ષટુ દ્રવ્યશું જાણી, કર્મ પીલે રૂં ઘાણી. માંડવગઢ તીર્થાધિપતિ શ્રી સુપાર્શ્વનાથાય નમઃ |
૮) શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાન - શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનનું ચૈત્યવંદન :લક્ષ્મણા માતા જનમીયો, મહસેન જસ તાય, ઉડુપતિ લંછના દીપતો, ચંદ્રપુરીનો રાય. ૧ દશ લાખ પૂરવ આયખું, દોઢસો ધનુષની દેહ, સુરનરપતિ સેવા કરે, ધરતા અતિ સસને. ૨
બીજાની પાસે મંત્ર આલોચ ન કરવો.