________________
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો....
-: શ્રી સંભવનાથ ભગવાનનું સ્તવન :
સંભવ જિનવર વિનતિ,
અવધારો ગુણજ્ઞાતા રે;
ખામી નહીં મુજ ખિજમતે,
કદીય હોશો ફળદાતા રે. સંભવ. ૧
કર જોડી ઊભો રહું,
રાત દિવસ તુમ ધ્યાને રે;
જો મનમાં આણો નહિ,
તો શું કહીએ થાને રે. સંભવ. ૨
ખોટ ખજાને કો નહીં,
કાળ લબ્ધિ
દીજીએ વાંછિત દાનો રે;
કરૂણા નજર પ્રભુજી તણી,
વાધે સેવક વાનો રે. સંભવ. ૩
મુજ
મતિ ગણો,
ભાવ લબ્ધિ તુમ હાથે રે;
લડથડતું પણ ગજબચ્ચું,
ગાજે ગયવર સાથે રે. સંભવ. ૪
દેશો તો તુમ હી ભલું,
બીજા તો નવિ જાચું રે;
વાંચક યશ કહે સાંઈશું,
ફળશે એ મુજ સાચું રે. સંભવ. ૫
સર્વ કોઈ પ્રત્યે સરસ સકોમલ અને થોડું ધર્મસંયુક્ત વચન બોલવુ.
૩૦૯