________________
૩૦૭
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો પારો ક.
- શ્રી અજિતનાથ ભગવાનનું સ્તવન - પ્રીતલડી બંધાણી રે, અજિત જિણંદશું, પ્રભુ પાખે ક્ષણ, એક મન ન સુહાય જો; ધ્યાનની તાલી રે, લાગી નેહશું, જલદ ઘટા જેમ શિવસુત વાહન દાય જો. પ્રીત. ૧ નેહ-ઘેલું મન મારું રે પ્રભુ અલજે રહે, તન-મન-ધન એ કારણથી પ્રભુ મુજ જો; મહારે તો આધાર રે સાહેબ ! રાઉલો; અંતરગતની પ્રભુ આગળ કહું ગુંજ જો. પ્રીત. ૨ સાહિબ તે સાચો રે જગમાં જાણીએ, સેવકના જે સહેજે સુધારે કાજ જો; એહવે રે આચરણે કિમ કરીને રહું, બિરૂદ તમારું તારણ તરણ જહાજ જો. પ્રીત. ૩ તારકતા તુજ માંહે રે શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યો છું દીનદયાળ જે; તુજ કરૂણાની લ્હરે રે મુજ કારજ સરે, શું ઘણું કહીએ જાણ આગળ કૃપાળ જો. પ્રીત. ૪ કરૂણા-દષ્ટિ કીધી રે સેવક ઉપરે, ભવ ભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગ જો; મનવાંછિત ફળિયા રે તુજ આલંબને, કર જોડીન “મોહન” કહે મનરંગ જો. પ્રીત. ૫
ઘણી લક્ષ્મી હોય તો પણ તે બપોરની છાયા સરખી જાણી અહંકાર ન કરવો.