________________
૩૦૬
રત્નત્રયી ઉપાસના
૨) શ્રી અજિતનાથ ભગવાન
-: શ્રી અજિતનાથ ભગવાનના ચૈત્યવંદનો :
(૧)
સિદ્ધાચલ ગીરિ સમરીએ, ભેટે ભવદુઃખ જાય. નેમ વિના ત્રેવીસ પ્રભુ, પુનિત કરે ગીરિરાય ૧
ઈણ ગીરિ ચોમાસું રહ્યા, બીજા અજિતનાથ, તિમ વળી ચક્રી પાંચમા, સોળમા· શાંતિનાથ ૨
નંદિષેણજી મહામુનિ, આવે વંદન કાજ, દેહશી દેખી તેહની, મનમાંહે અતિ લાજ ૩ અજિત-શાંતિ સ્તવના કરે, એક મને ઉદાર, તીરથ જિનવર ભક્તિથી, થાયે દેવની વહાર ૪ પૂરવ પશ્ચિમ જેહના, આજુબાજુ થાય, બિલીમોરામાં તે થુણે, દીપવિજય કવિરાય ૫
(૨)
અજિતનાથ પ્રભુ અવતર્યાં, વનીતાનો સ્વામી, જિતશત્રુ વિજયા તણો, નંદન શિવગામી.
૧
બહોતેર લાખ પૂરવ તણું, પાળ્યું જિણે આય, ગજલંછન લંછન નહીં, પ્રણમે સુરરાય. સાડા ચારશે. ધનુષની એ, જિનવર ઉત્તમ દેહ, પાદ પદ્મ તસ પ્રણમીયે, જિમ લહએ શિવ ગેહ. ૩
ર
વૈરીને મધુરવચને બોલાવવો જેથી તે સુખ પામે તો આપણી સાથે કલહ ન કરે.