________________
વિર ભગવાનના ચૈત્યવંદનો
૩૦૫
કરવા બરાબર યાદw
જિનવર સેવંતા, વિન વારો દૂરન્તા, જિન ઉત્તમ થર્ણતા, પદ્મને સુખદિન્તા. ૪
(૨).
પ્રહ ઉઠી વંદું, ઋષભદેવ ગુણવંત; પ્રભુ બેઠા સોહે, સમવસરણ ભગવંત; ત્રણ છત્ર બિરાજે, ચામર ઢાળે ઈંદ્ર; જિનના ગુણ ગાવે, સુર નરનારીના વંદ. ૧ બાર પર્ષદા બેસે, ઈદ્ર ઈદ્રાણીરાય; નવકમળ રચે સુર, તિહાં ઠવતા પ્રભુ પાય; દેવ દુંદુભિ વાજે, કુસુમ વૃષ્ટિ બહુ હેત; એવા જિન ચોવીશે, પૂજો એકણ ચિત્ત. ૨ જિન ભોજન ભૂમિ, વાણીનો વિસ્તાર; પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર; સો આગમ સુણતાં, છેદી જે ગતિ ચાર; જિન વચન વખાણી, લીજે ભવનો પાર. ૩ જક્ષ ગોમુખ ગિરવો, જિનની ભક્તિ કરે; તિહાં દેવી ચકકે સરી, વિગ્ન કોડી હરેવ; શ્રી તપગચ્છ નાયક, વિજયસેન સૂરિરાય; તસ કેરો શ્રાવક, રૂષભદાસ ગુણગાય. ૪
(૩) (રાગ:- તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો) જેણે કીધી સકલ જનતા નીતિને જાણનારી, ત્યાગી રાજ્યાદિક વિભવને જે થયા મૌનધારી વહેતો કીધો સુગમ સઘળો મોક્ષનો માર્ગ જેણે વજું તે ઋષભજિનને ધર્મ ધોરી પ્રભુને. ૧
બાળકને પણ પ્રિયવચને બાલાવવું.