________________
૩૦૪
રત્નત્રયી ઉપાસના
કુલગર નાભિ નરિંદનો, મરૂદેવીનો નંદ લાલરે. વૃષભ લંછન કંચન વર્ષે, સેવે સુરનર ઈદ લાલરે. પ્રથમ. ૬ ગૃહવાસે પણ જેહને, કલ્પદ્રુમ ફલભોગ લાલરે; પાણી ખીર સમુદ્રનું, પૂરે સુરવર લોગ લાલરે. પ્રથમ. ૭ યુગલાધર્મ નિવારણો, તારણો ભવજલ રાશિ લાલરે; જ્ઞાનવિમલ સૂરિંદની, પૂરો વંછિત આશ લાલરે, પ્રથમ. ૮
- શ્રી ઋષભદેવ ભગવાનની સ્તુતિઓ:
આદિ જિનવર રાયા, જાસ સોવન્ન કાયા, મરૂદેવી માયા, ઘોરી લંછન પાયા; જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલસિરિ રાયા, મોક્ષ નગરે સિધાયા. ૧ સવિ જિન સુખકારી, મોહ મિથ્યા નિવારી, દુર્ગતિ દુ:ખ ભારી, શોક સંતાપ વારી; શ્રેણી ક્ષેપક સુધારી, કેવલાનંત ધારી, નમીએ નર નારી, જેહ વિશ્વોપકારી. ૨ સમોસરણે બેઠા, લાગે જે જિનછ મીઠા, કરે ગણપ પઈઠા, ઈન્દ્રચંદ્રાદિ દીઠા; દ્વાદશાંગી વરિષ્ઠા, ગુંથતાં ટાલે રિઠા, ભવિજન હોય હિઠા, દેખી પુણ્ય ગરિઠા. ૩ સુર સમકિત વંતા, જેહ કહે મહતા, જે સજજન સંતા, ટાલીયે મુજ ચિન્તા;
અન્યાયથી લક્ષ્મી ઊપાવી નહી.