________________
તિર્થકર ભગવાનના ચૈત્યવંદનો. ૯
૩૦૩
(૪) સિદ્ધાચલના વાસી, વિમલાચલના વાસી જિનજી પ્યારા, આદિનાથને વંદન હમારા, પ્રભુજીનું મુખડું મલકે, નયનોમાંથી વરસે, અમીરસ ધારા, આદિનાથને વંદન હમારા ૧ પ્રભુજીનું મુખડું છે મલક મલાકર, દિલમેં ભક્તિની જ્યોત જગાકર, ભજી લે પ્રભુજીને ભાવે, દુર્ગતિ કદી ન આવે, જિન”. ૨ ભમીને લાખ ચોર્યાસી હું આવ્યો, પુણ્ય દર્શન તુમારૂં હું પાયો, ધન્ય દિવસ મારો, ભવના ફેરા ટાળો, જિન”. ૩ પ્રભુ અમે માયાના વિલાસી, તમે છો મુક્તિપુરીના વાસી, કર્મબંધન કાપો, મોક્ષસુખ આપો, જિન. ૪ અરજી ઉરમાં ધરજો અમારી, અમને આશા છે પ્રભુજી તુમારી, કહે હર્ષ હવે, સાચા સ્વામી તમે, પૂજન કરીએ અમે, જિનજી. ૫
પ્રથમ જિનેશ્વર વંદિએ, સારથપતિ ધન નામ લાલરે; પૂર્વવિદે હે સાધુને, દીધાં ધૃતનાં દાન લાલરે. પ્રથમ. ૧ યુગલ સુધમ્ સુર થયા, મહાબલ ભૂપ વિદેહ લાલરે; લલિતાંગ સુર ઈશાનમાં, સ્વયંપ્રભાસું નેહ લાલરે. પ્રથમ. ૨ વજ જંઘરાય વિદેહમાં, યુગલિ સોહમદેવ લાલરે; કેશવ વૈદ્ય વિદેહમાં, ચાર મિત્ર મુનિસેવ લાલરે. પ્રથમ. ૩ અશ્રુત અમર વિદેહમાં, વજનાભ ચક્રધાર લાલરે; છ જણ સાથિ સંજમિ, બાંધે જિનપદ સાર લાલરે. પ્રથમ. ૪ સર્વારથમાં ઉપના, તિહાંથી ઋષભ અવતાર લાલરે; ઈકબાગ ભૂમિ સોહામણી, આદિ ધર્મ કહેનાર લાલરે. પ્રથમ. પ
કોઈ સાથે કલેશ ન કરવો.