________________
૩૦૦
રત્નત્રયી ઉપાસના
(૩). કલ્પવૃક્ષની છાંયડી, નાનડીયો રમતો, સોવન હિંડોલે હિંચતો, માતાને મનગમતો ૧ સહુ દેવી બાળક થઈ, ઋષભજીને તેડે, વહાલા લાગો છો કહી, પ્રભુ ઈંડાશું ભીડ ૨ જિનપતિ યૌવન પામીયા, ભાવે શું ભગવાન, ઈન્દ્ર ઘાલ્યો માંડવો, વિવાહનો મંડાણ ૩ ચોરી બાંધી ચિહું દિશિ, સુરગૌરી ગીત ગાવે, સુનંદા સુમંગલા, પ્રભુજીને પરણાવે ૪ સકલ સંગ ઠંડી કરી, કેવળજ્ઞાનને પામે, અષ્ટ કર્મનો ક્ષય કરી, પહોંચ્યા શીવપુર ધામે ૫ ભરતે બિંબ ભરાવીયા એ, શત્રુંજય ગિરિરાય, શ્રી વિજયપ્રભસૂરિ તણા, ઉદયરત્ન ગુણ ગાય ૬ - શ્રી ઋષભદેવ ભગવાનના સ્તવનો -
દાદા આદીશ્વરજી દૂરથી આવ્યો, દાદા દરિશન દ્યો; કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવે ચઢે પલાણે; કોઈ આવે પગપાળે, દાદાને દરબાર; હાં હાં દાદાને દરબાર; .
દાદા આદીશ્વરજી દૂરથી આવ્યો દાદા દરિશન ધો.૧ શેઠ આવે હાથી ઘોડે, રાજા આવે ચડે પલાણે; હું આવું પગપાળે, દાદાને દરબાર, -
હાં હાં દાદાને દરબાર. દાદા આદીશ્વરજી. ૨ કોઈ મૂકે સોના રૂપા, કોઈ મૂકે મહોર, કોઈ મૂકે ચપટી ચોખા, દાદાને દરબાર,
હાં હાં દાદાને દરબાર. દાદા આદીશ્વરજી. ૩
ssssssss
વ્યસનની ઉપર મોહિત ન થાવ.