________________
૨૯૭
શ્રી રાયણ પગલાનું પૈત્યવંદન ૨ST 2
- શ્રી રાયણ પગલાનું ચૈત્યવંદન :એહ ગિરિ ઉપર આદિ દેવ, પ્રભુ પ્રતિમા વંદો; રાયણ હેઠે પાદુકા, પૂજીને આણંદો. ૧ એહ ગિરિનો મહિમા અનંત, કુણ કરે વખાણ; ચૈત્રી પૂનમને દિને, તેહ અધિકો જાણ. ૨ એહ તીરથ સેવા સદા, આણી ભક્તિ ઉદાર; શ્રી શત્રુંજય સુખદાયકો, દાન વિજય જયકાર. ૩
શ્રી રાયણ પગલાનું સ્તવન - નીલુડી રાયણ તરૂતળે સુણ સુંદરી,
પીલુડા પ્રભુના પાય રે ગુણ મંજરી; ઉજ્જવલ ધ્યાને ધ્યાઈએ, સુણ.
એહી જ મુક્તિ ઉપાય રે. ગુણ. ૧ શીતળ છાયાએ બેસીએ, સુણ.
રાતડો કરી મનરંગ રે, પૂજીએ સોવન ફૂલડે, સુણ.
* જેમ હોય પાવન અંગ રે. ગુણ.૨ ખીર ઝરે જેહ ઉપરે, સુણ.
નેહ ધરીને એહ રે, ગુણ. ત્રીજે ભવે તે શિવ લહે, સુણ.
થાયે નિર્મળ દેહ રે, ગુણ.૩ પ્રીત ધરી પ્રદક્ષિણા, સુણ.
દીએ એહને જે સાર રે. ગુણ. અભંગ પ્રીતિ હોય તેહને, સુણ.
ભવોભવ તુમ આધાર રે. ગુણ.૪
પાત્રની પરીક્ષા કરી સુપાત્રને દાન દેવું. સન્માન કરવું, કેમ કે પુરૂષનો આ કળિકાળમાં ગોટો છે.