________________
,
રત્નત્રયી ઉપાસના
૨૯૬
છે ઝાકળ બિંદુ
-: પ્રાર્થના :પ્રાર્થના એટલે આત્માને પરમાત્મા બનાવનાર સાચું અને ઉત્તમ રસાયણ અથવા માનવ જીવન જીવાડનારી સંજીવની બુટ્ટી.
સંસારના કીચડમા ખુંચેલાને હાથ પકડી બહાર કાઢનાર અનુપમ કાવ્ય! જ્ઞાની આત્માઓ પ્રાર્થનાને મોક્ષની નીસરણી કહે છે.
ઈશ્વર સાથે સંયોગ પ્રાપ્ત કરવાનો મનુષ્યનો પ્રયાસ એટલે જ પ્રાર્થના, મહાન આધ્યાત્મિક શક્તિ છે. એ તેટલું નક્કર સત્ય છે જેટલું ગુરૂત્વાકર્ષણનું બળ. હાર્દિક પ્રાર્થનાનો અવાજ ગગનભેદી શિવપુરીમાં રહેલા સિદ્ધ સુધી પહેચી જાય છે.
એક નાનકડા બાળકનું રૂદન જેમ માતાને પોતાની તરફ આકર્ષે છે, તેમ પ્રાર્થના માનવીને ઈશ્વરની ભેટ કરાવે છે.
પ્રાર્થના શુદ્ધ આધ્યાત્મિક પ્રવાહનું નિર્માણ કરે છે અને મનની શાંતિ સર્જી છે. તમે નિયમિત પ્રાર્થના કરો તો ધીમે-ધીમે તમારા જીવનનું પરિવર્તન થશે.
પ્રાર્થના એટલે ઈશ્વરના ગુણોનું સ્મરણ, કે જે સ્મરણ કરતાં ઉત્કૃષ્ટ રસ, આવે તો ઈશ્વર બની જવાય છે. દુઃખદારિદ્ર આપનાર અનેક કમને પ્રાર્થના ક્ષય કરે છે.
પ્રભાતે ચા પીધા પછી જેમ આખો દિવસ તેની ખુમારી ટકી રહે છે તેમ પ્રભાતમાં પ્રાર્થના કરવાથી આખો દિવસ આનંદમય પસાર થાય છે. Prayer is an exercise of soul, source of strength and
the recognition of laws. પ્રાર્થના આત્માની કસરત, શક્તિનો સ્તોત્ર અને પ્રાકૃતિક કાનુનોની સ્વીકૃતિ છે.
પ્રાર્થના એટલે ઈશ્વરની ઓળખાણ તેનાથી શાંતિ, સ્વસ્થતા અને શક્તિ પ્રાપ્ત કરવાનું સરળ બને છે.
Prayer is an interview with God પ્રાર્થના એ ભગવાનની મુલાકાત કરાવનાર પ્રતિનિધિ છે.
નિઃસ્નેહી ઊપર સ્નેહ ન કરવો. પરંતુ મધ્યસ્થ પણે રહેવું.