________________
રત્નત્રયી ઉપાસના
(૪૬) શ્રી ચંપા પાર્શ્વનાથ શ્રી ચંપા પાર્શ્વનાથ . જૈન તીર્થ સાલરી વાડો, નારાયણજીનો પાડો, ગોલવાડ, મુ. પાટણ
ઉં હ્રીં શ્રી ચંપા પાર્શ્વનાથાય નમઃ જેમ પુષ્પમાં ચંપાતણા ફૂલ શ્રેષ્ઠનાથ ગણાય છે, તેમ સૃષ્ટિમાં સહુ દેવમાં તું, દેવાધિદેવ મનાય છે, તું દિવ્ય છે, તું ભવ્ય છે, શયને તું ધ્યય છે, ‘શ્રી ચંપા’’ પારસનાથને ભાવે કરું હું વંદના.
(૪૭) શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ છે. જૈન તીર્થ | હાથીવાળુ દેહરૂ, ગોપીપુરા, મુ.પો. સુરત ઉૐ હ્રીં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથાય નમઃ નમિઉણ મંત્રની સિદ્ધિદાતા સૂરજમંડન છો તમે, ને સુરત નગરે રિદ્ધિદાતા દુઃખવિહંડણ છો તમે, સુરનર મુનિવર ભક્તિથી જ્યાં વામાનંદનને નમે, તે “સૂરજમંડન’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
(૪૮) શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભૃ. જૈન તીર્થ
ગોપીપુરા, મુ.પો. સુરત ઉ હીં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથાય નમ: પદ્માસ સુધી તુજ દર્શ સ્વામી કો'ક પુણ્યાધિક કરે, હે નાથ તુજને ધ્યાવતા સહુ કાજ ભક્તોના સરે, કેશરીયા અમીવૃષ્ટિ વરસે, માનું દયારસના ઝરા, ‘શ્રી સહસ્ત્રફણા' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
*