________________
રત્નત્રયી ઉપાસના
(૪૩) શ્રી લોઢણ પાર્શ્વનાથ શ્રી લોઢણ પાર્શ્વનાથ જે. જૈન તીર્થ | મુ. ડભોઈ, જિ. વડોદરા-૩૯૧૧૧૦
ઉ0 હ શ્રી લોઢણ પાર્શ્વનાથાય નમ: કાચા સૂતરના તાંતણે જે કૂપમાંથી પ્રગટતા, વેળુતણા પ્રભુજી છતાં લોઢાસમા જે બની જતા, પદ્માસનાધે શોભતા દર્શાવતીમાં રાજતા, શ્રી લોઢણ” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
(૪૪) શ્રી અમીઝરા પાર્શ્વનાથ શ્રી અમીઝરા પાર્શ્વનાથ જે. જૈન તીર્થ
મુ.પો. ગંધાર, તા. વાગરા, જિ. ભરૂચ ઉં હ્રીં શ્રી અમીઝરા પાર્શ્વનાથાય નમ: ગંધાર નગરે બિરાજતા હે ગંધહસ્તિ સમા વિભુ, અમૃત ઝરે તુજ નયણથી ને વયણથી પારસપ્રભુ, તુજ દર્શનથી સહુ ભવિકના સંતાપતાપ શમી જતા, [‘અમીઝરા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
| (૪૫) શ્રી કલ્હારા પાર્શ્વનાથ શ્રી કલ્હારા પાર્શ્વનાથ જે. જૈન તીર્થ
શ્રીમાળી પોળ, ભરૂચ ઉં શ્રી કલ્હારા પાર્શ્વનાથાય નમ: કલ્હારા પારસ મોહભંજી કાલહારા બની જજો, નિરંજનોના નગરમાં એકવાર મુજને લઈ જજો, જૈનાબાદને ભૃગુકચ્છ તારા તીર્થ જગમાં જાણીતા, કલ્હારા” પારસનાથને ભાવે કરું હું વંદના.