________________
-
રત્નત્રયી ઉપાસના.
(૩૭) શ્રી વણછરા પાર્શ્વનાથ શ્રી વણછરા પાર્શ્વનાથ ભૃ. જૈન તીર્થ | સ્ટે. મોભા રોડ, તા. ડભોઈ ઉં હ્રીં શ્રી વણછરા પાર્શ્વનાથાય નમ:
જ્યાં જ્યોત કેશરની થતી ને ઉછળતી ઢાઢર નદી, તુજ ભક્તિથી સહુ શાંતિ પામે શોક ના રહેતો કદી, સમકીત કેશર જ્યોત મુજ મન, દીવડે પ્રગટાવજો, “શ્રી વણછરા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
(૩૮) શ્રી કંસારી પાર્શ્વનાથ શ્રી કંસારી પાર્શ્વનાથ જે. જૈન તીર્થ ખારવાડો, મુ.પો. ખંભાત, જિ. ખેડા-૩૮૮૬૨૦
હીં શ્રી કંસારી પાર્શ્વનાથાય નમઃ કંસારી નગરના કંથ હે ભગવંત મુજ મન આવજો, મુજ કર્મ કંસ હણી પ્રભુ કંસારી બિરુદ નિભાવજો, સ્તંભન તીર્થો બિરાજીને થંભાવતા ભવિ ચિત્તડા ‘કંસારી” શ્રી પ્રભુપાર્શ્વને ભાવે કરું હું વંદના.
(૩૯) શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ જે. જૈન તીર્થ
સંઘવીની પોળ, મુ.પો. ખંભાત, જિ. ખેડા ઉં હ્રીં શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથાય નમ: ભૌતિક સુખને અર્પતું તે દિવ્ય ચિંતામણિ કહું, પણ મુક્તિ સુખને આપતા તે સોમ ચિંતામણિ હું, સંઘવીની પોળે બિરાજતા પદ્માવતી આરાધતા, ‘‘સોમ ચિંતામણિ’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.