________________
રત્નત્રયી ઉપાસના
(૩૧) શ્રી પદ્માવતી પાર્શ્વનાથ શ્રી પદ્માવતી પાર્શ્વનાથ છે. જૈન તીર્થ નરોડા બજાર, મુ.પો. નરોડા, જિ. અમદાવાદ ઉં હ્રીં શ્રી પદ્માવતી પાર્શ્વનાથાય નમઃ પદ્માવતી બહુમાનથી હરદમ હૃદયમાં દયાવતી, સંકટ હરે તુજ ભક્તના ભક્તિ કરે એક ધ્યાનથી, જે નરોડા નગરી નિવાસી લોક શ્રદ્ધા પામતા, ‘પદ્માવતી” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
(૩૨) શ્રી ધીંગડમલ્લ પાર્શ્વનાથ શ્રી ધીંગડમલ્લ પાર્શ્વનાથ છે. જૈન તીર્થ જિનાલય પેઢી, જોગીવાડો, મુ.પો. પાટણ, જિ. મહેસાણા હું હ્રીં શ્રી ધીંગડમલ્લ પાર્શ્વનાથાય નમઃ ધીંગોધણી ગુજરાતનો જે જોગીવાડે જાગતો, ધીંગાણે જીતી મોહને વળી મલ્લ જિમ જે ગાજતો, મુજ હૃદયના સિંહાસને તું નાથ બનીને રાજતો, ધીંગડમલ્લ’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
(૩૩) શ્રી વાડી પાર્શ્વનાથ શ્રી વાડી પાર્શ્વનાથ છે. જૈન તીર્થ ઝવેરી વાડી, મુ.પો. પાટણ, જિ. મહેસાણા ઉં હ્રીં શ્રી વાડી પાર્શ્વનાથાય નમઃ વાડીયુરેથી આવીયા ને પાટણ બિરાજીયા, મુજ હૃદયકમળે આવશો તો, કર્મ શત્રુ નાશીયા, વરસાવો કરુણાધાર અમ પર, ભવદાવાનલે દાઝીયા, શ્રી “વાડી’ પારસનાથને ભાવે કરું હું વંદના.