________________
૨૪૨
રત્નત્રયી ઉપાસના
iામાન*
અનેરાં ધર્મક્ષેત્ર સીદાતાં છતી શક્તિએ ઉદ્વર્યા નહીં. દીન ક્ષીણ પ્રત્યે અનુકંપાદાન ન દીધું. બારમે અતિથિ-સંવિભાગ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. (૧૨)
સંલેષણા તણા પાંચ અતિચાર ઈહલોએ પરલોએ.
ઈહલોગ સંસપ્પઓગે, પરલોગાસંસપ્પગે, જીવિઆ સંસપઓગે, મરણા સંસપ્પગે, કામોગાસંસપ્પઓગે. ઈહલોકે ધર્મના પ્રભાવ લગે રાજ-દ્ધિ, સુખ, સૌભાગ્ય, પરિવાર વાંચ્યા પરલોકે દેવ, દેવેન્દ્ર વિદ્યાધર, ચક્રવર્તી તણી પદવી વાંહી; સુખ આવ્યું જીવિતવ્ય વાંચ્યું, દુઃખ આવ્યે મરણ વાંછ્યું, કામભોગતણી વાંકા કીધી. સંલેષણા વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય, તે સવિ મને, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. (૧૩)
તપાચાર બાર ભેદ – છ બાહ્ય, છ અભ, અણસણ મૂણોઅરિઆ.
અણસણ ભણી ઉપવાસ વિશેષ પર્વતિથિએ છતી શક્તિએ કીધો નહીં. ઊણોદરી વ્રત તે કોળિયા પાંચ સાત ઊભા રહ્યા નહીં, વૃત્તિસંક્ષેપ તે દ્રવ્યભણી સર્વ વસ્તુનો સંક્ષેપ કીધો નહી. રસત્યાગ તે વિગઈત્યાગ ન કીધો. કાયકલેશ લોચાદિક કષ્ટ સહન કર્યા નહીં. સલીનતા-અંગોપાંગ સંકોચી રાખ્યાં નહીં, પચ્ચકખાણ ભાંગ્યા, પાટલો ડગડગતો ફેક્યો નહીં. ગંઠસી, પોરિસી, સાઢપોરિસી, પુરિમટ્ટ, એકાસણું, બેઆસણું, નીવિ, આયંબિલ પ્રમુખ પચ્ચકખાણ પારવું વિચાર્યું, બેસતાં નવકાર
૧. નિર્ધન ૨. દુઃખી ૩. અટકાવ્યો નહીં-સ્થિર ન કર્યો.
પોતાના સંતાન મરીને દુર્ગતિમાં ન જાય તેની માતાપિતાને ચિંતા હોવી જોઈએ.