________________
શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ
૨૪૧
અગિયારમે પૌષધોપવાસવ્રતે પાંચ અતિચાર સંથારૂચ્ચાર વિહિ.
અપડિલેહિય દુષ્પડિલેહિય સિજ્જાસંથારએ, અપડિલેહિય દુષ્પડિલેહિય ઉચ્ચાર-પાસવણ ભૂમિ. પોસહ લીધે સંથારાતણી ભૂમિ ન પૂંજી, બાહિરલાં લહુડાં વડાં અંડિલ દિવસે શોધ્યાં નહીં, પડિલેહ્યાં નહીં, માતરું અણપૂછ્યું હલાવ્યું, અણપૂંજી ભૂમિકાએ પરઠવ્યું. પરઠવતાં
અણજાણહ જસુગ્રહો' ન કહ્યો. પરઠવ્યા પૂઠે વાર ત્રણ વોસિરે વોસિરે ન કહ્યો, પોષહશાળામાંહિ પેસતાં ‘નિસીહિ', નિસરતાં આવસ્યહિ વાર ત્રણ ભણી નહીં. પુઢવી, અપ, તેજ, વાલ, વનસ્પતિ, ત્રસકાયતણા સંઘઠ, પરિતાપ, ઉપદ્રવ હુઆ, સંથારાપોરિસી તણો વિધિ ભણવો વિસાય, પોરિસીમાંહે ઊંધ્યા, અવિધે સંથારો પાથર્યો. પારણાદિતણી ચિંતા કીધી, કાળવેળાએ દેવ ન વાંદ્યાં, પડિક્કમણું ન કીધું, પોસહ અસુરો લીધો, 'સવેરો પાયોં. પર્વતિથિએ પોસહ લીધો નહીં. અગિયારમે પૌષધોપવાસવૃત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્કડં. (૧૧)
બારમે અતિથિસંવિભાગવતે પાંચ અતિચાર સચિત્તે નિખ્રિવણે.
સચિત્ત વસ્તુ હેઠ ઉપર છતાં "મહાત્મા મહાસતી પ્રત્યે અસૂઝતું દાન દીધું, દેવાની બુદ્ધિએ અસૂઝતું ફેડી સૂઝતું કીધું, પરાયું ફેડી આપણું કીધું, અણદેવાની બુદ્ધિએ સૂતું ફેડી અસૂઝતું કીધું, આપણું ફેડી પરાયું કીધું. “વહોરવા વેળા ટળી રહ્યા. અસુર કરી મહાત્મા તેડ્યા. મત્સર ધરી દાન દીધું. ગુણવંત આવ્યે ભક્તિ ન સાચવી. છતી શક્તિએ સાહમ્બિવલ્લ ન કીધું.
૧. લઘુનીતિ (પેશાબ). ૨. વડીનીતિ (ઝાડો). ૩. મોડો. ૪. વહેલો. ૫. સાધુસાધ્વીને ન ખપે તેવું-અશુદ્ધ. ૬. આઘા પાછા ગયા.
ભણેલા તેને કહેવાય કે જેની આંખ સામે ચોવીસે કલાક પરમાત્મા હોય.