________________
૨૪૦
રત્નત્રયી ઉપાસના
વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. (૮)
નવમે સામાયિક વ્રતે પાંચ અતિચાર તિવિહે દુપ્પણિહાણે.
સામાયિક લીધે મને આહટ દોહદ્ ચિતવ્યું. સાવધ વચન બોલ્યા. શરીર અણપડિલેહ્યું હલાવ્યું. છતી વેળાએ સામાયિક ન લીધું. સામાયિક લઈ ઉઘાડે મુખે બોલ્યા. ઊંઘ આવી. વાત વિકથા ઘરાણી ચિંતા કીધી. વીજ, દીવા તણી ઉર્જેહિ હુઈ. કણ, કપાસિયા, માટી, મીઠું, ખડી, ધાવડી, અરણેટો પાષાણ પ્રમુખ ચાંપ્યાં. પાણી, નીલ, ફૂલ, સેવાલ, હરિયકાય, બીયકાય ઈત્યાદિક આભડ્યા. સ્ત્રી-તિર્યંચ તણા નિરંતર પરંપર સંઘર્લ્ડ હુઆ. મુહપત્તિઓ સંઘઠી. સામાયિક અણપૂછ્યું પાયું, પારવું વિસાયું. નવમે સામાયિકવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. (૯) :
દશમે દેશાવળાશિક વ્રત પાંચ અતિચાર આણવણે પેસવણે.
આણવણપ્પઓગે, પેસવણપ્પઓગે, સાણુવાઈ, રૂવાણવાઈ, બહિયાપુગ્ગલપફએવે. નિયમિત ભૂમિકામાંહિં બહેરથી કાંઈ અણાવ્યું આપણ કન્ડે થકી બાહર કાંઈ મોકલ્યું, અથવા રૂપ દેખાડી, કાંકરો નાખી, સાદ કરી આપણપણું છતું જણાવ્યું. દશમે દેશાવગાશિકવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. (૧૦)
૧. સ્પર્યા.
બીજાના આત્મસુખના વિચારમાં પોતાનું સુખ નિશ્ચિત જ છે.