________________
શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ
૨૩૯
'સંધૂક્યા. ઘી, તેલ, ગોળ, છાશતણાં ભાજન ઉઘાડાં મૂક્યાં. તેમાંહિ માખી, કુંતી, ઉદર, ગીરોલી પડી, કીડી ચડી, તેની જયણા ન કીધી. સાતમે ભોગોપભોગ-વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્કડં. (૭)
આઠમે અનર્થદંડ વિરમણ વ્રત પાંચ અતિચાર કંપે કુકકુઈએ.
કંદર્પ લગે વિટ-ચેષ્ટા, હાસ્ય, ખેલ, કુતૂહલ કીધાં. પુરૂષ-સ્ત્રીના હાવભાવ, રૂપ-શૃંગાર, વિષયરસ વખાણ્યા. રાજકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથા કીધી. પરાઈ તાંત કીધી તથા પૈશુન્યપણું કીધું, આર્ત-રૌદ્રધ્યાન ધ્યાયાં. ખાંડા, કટાર, કોશ, કુહાડા, રથ, ઉખલ, મુશલ, અગ્નિ, ઘટી, નિસાહ, દાતરંડા પ્રમુખ અધિકરણ મેલી, દાક્ષિણ્ય લગે માગ્યાં આપ્યાં. પાપોપદેશ કીધો. અષ્ટમી-ચતુર્દશીએ ખાંડવા, દલવાતણા નિયમ ભાંગ્યા. મુખપણા લગે અસંબદ્ધ વાક્ય બોલ્યા. પ્રમાદાચરણ સેવ્યાં. “અંઘોલે, નાહણે, દાતણે પગધોઅણે, ખેલ પાણી તેલ છાંટ્યાં, ઝીલણ ઝીલ્યાં, જુગટે રમ્યા, હિંચોલે હિંચ્યા, નાટક પ્રેક્ષણક જોયાં. કણ, કુવસ્તુ, ઢોર લેવરાવ્યાં. કર્કશ વચન બોલ્યા. આક્રોશ કીધા. અબોલા લીધા. કરકડા મોડ્યા, મચ્છર ધર્યો. "સંભેડા લગાડ્યા, શ્રાપ દીધા. ભેસા, સાંઢ, હુડુ, કુકડા, શ્વાનાદિક ઝુઝાર્યા, ઝૂઝતા જોયા. ખાદી લગે અદેખાઈ ચિંતવી. માટી, મીઠું, કણ, કપાસિયા, કાજવિણ ચાંપ્યા, તે ઉપર બેઠા, આલી, વનસ્પતિ ખૂંદી.. સૂઈ-શસ્ત્રાદિક નીપજાવ્યાં. ઘણી નિદ્રા કીધી. રાગ દ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર વાંછી, એકને મૃત્યુહાનિ વાંછી. આઠમે અનર્થદંડ
૧. સળગાવ્યા. ૨. હલકી વાત. ૩. તલવાર. ૪. અનાજ વગેરે ખાંડવાનો ખાંડણિયો. ૫. સાંબેલું. ૬. દાળ વાટવાની છીપર. ૭. એકઠા કરીને. ૮. પીઠી ચોળવી. ૯. શ્લેષ્મ. ૧૦. હલકી સડેલી વસ્તુ. ૧૧. સાચી જૂઠી વાત. ૧૨. પાડા. ૧૩. બોકડા. ૧૪. ખ્યાતિ માટે.
અનુકંપાહીન હૈયામાં ધર્મના અંકુર પ્રગટ થઈ શકતા નથી.