________________
૨૩૮
રત્નત્રયી ઉપાસના
સચિત્ત-દવ્ય-વિગઈ, વાણહ-તંબોલ-વત્થ-કુસુમેસુ; વાહણ-સાયણ-વિલવણ, ખંભ-દિસિ-ન્હાણ-ભત્તેસુ.
એ ચૌદ નિયમ દિનગત, રાત્રિગત લીધા નહીં, લઈને ભાંગ્યા. બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાય માંહિ આદુ, મૂળા, ગાજર, પિંડ, પિંડાળુ, કચૂરો, સૂરણ, કુણી આંબલી, ગળો વાઘરડાં ખાધાં. વાશી કઠોળ, પોલી રોટલી, ત્રણ દિવસનું ઓદન લીધું, મધુ મહુડાં, માખણ, માટી, વેગણ, પીલુ, પીચ, પંપોટા, વિષ, હિમ, કરહા, ઘોલવડાં, અજાણ્યા ફલ, ટિંબરું, ગુંદાં, મહોર, બોળ-અથાણું, 'આમ્બલબોર, કાચું મીઠું, તિલ, ખસખસ, કોઠિંબડાં ખાધાં. રાત્રિભોજન કીધાં. લગભગ વેળાએ વાળુ કીધું. દિવસ વિણ ઊગે શિરાવ્યા. તથા કર્મતઃ પન્નર કર્માદાન; ઈંગાલ-કમ્મ, વણ-કમે, સાડી-કમ્મ, ભાડી-કમે, ફોડી-કમે, એ પાંચ કર્મ. દંત-વાણિજે, લખ-વાણિજે, રસવાણિજે, કેસ-વાણિજજે, વિસ-વાણિજે, એ પાંચ વાણિજ્ય. જંત-પિલ્લણકમે, નિલૂંછણકમે, દવગિદાવણયા, સર-દહ-તલાયસોસણયા, અસઈ-પોસણયા, એ પાંચ સામાન્ય. એ પાંચ કર્મ, પાંચ વાણિજ્ય, પાંચ સામાન્ય, એવં પન્નર કર્માદાન બહુ સાવદ્ય મહારંભ, રાંગણ, લીહાલા, કરાવ્યા. ઈંટ નિભાડા પકાવ્યાં. ધાણી, ચણા, પફવાન્ન કરી વેચ્યાં. વાશી માખણ તવાવ્યાં. તિલ વહોર્યા, ફાગણ માસ ઉપરાંત રાખ્યા, “દલીદો કીધો, અંગીઠા કરાવ્યા. શ્વાન, બિલાડા, 'સૂડા, "સાલહિ પોષ્યા અનેરાં જે કાંઈ બહુ સાવધ ખર-કર્માદિક સમાચર્યા. વાશી ગાર રાખી, લીંપણે, ગુંપણે મહારંભ કીધો. અણશોધ્યા ચૂલા
૧. ખાટાં. ૨. રંગાવવાનું કામ. ૩. કોલસા કરવાનું કામ. ૪. તલમાં ગોળ પાણી નાખી ફૂટીને બનાવવાની સાની. ૫. સોનીના ચૂલો. ૬. પોપટ. ૭. વનનો પોપટ.
મોલની તાલાવેલી સંસારનું સુખ ખરાબ લાગે તેને જ થાય.