________________
શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ
૨૩૭
પાંચમે સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત પાંચ અતિચાર ધણ ધન્ન ખિત્ત વત્યુ. - ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુષ્ય, ક્રિપદ, ચતુષ્પદ એ નવવિધ પરિગ્રહતણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી, મૂચ્છ લગે સંક્ષેપ ન કીધો; માતા, પિતા, પુત્ર, સ્ત્રીતણે લેખે કીધો. પરિગ્રહ પરિમાણ લીધું નહીં, લઈને પડ્યું નહીં, પઢવું વિસાવું, અલીધું મેલ્યુ, નિયમ વિસાય. પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. (૫)
છઠે દિગપરિમાણ વ્રતે પાંચ અતિચાર ગમણસ્સ ઉ પરિમાણે.
ઊર્ધ્વદિશિ, અધોદિશિ, તિયંગુદિશિએ જાવા આવવા તણા નિયમ લઈ ભાંગ્યા. અનાભોગે વિસ્મૃતિ લગે અધિક ભૂમિ ગયા. પાઠવણી આઘીપાછી મોકલી. વહાણ વ્યવસાય કીધો. વર્ષાકાલે ગામતરૂં કીધું. ભૂમિકા એક ગમા સંક્ષેપી, બીજી ગમા વધારી. છઠે દિગપરિમાણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્કડં. (૬)
સાતમે ભોગોપભોગ-વિરમણવ્રતે ભોજન આશ્રયી પાંચ અતિચાર અને કર્મકુંતી પંદર અતિચાર, એવં વીશ અતિચાર સચ્ચિત્તે પતિબદ્ધ.
સચિત્ત નિયમ લીધે અધિક સચિત્ત લીધું. અપફવાહાર, દુષ્પફવાહાર, તુચ્છૌષધિતણું ભક્ષણ કીધું. ઓળા, ઉબી, પોક, પાપડી ખાધાં.
૧. ઘર વગેરે. ૨. તાંબુ, પિત્તળ, વગેરે ધાતુઓ. ૩. મોકલવા યોગ્ય વસ્તુ ૪. ઘઉનું કણસેલું.
એક ઝટકો
શરીરની મમતા છૂટશે ત્યારે જ મુક્તિ થવાની છે.