________________
૨૩૬
જ
રત્નત્રયી ઉપાસના
તેહની વસ્તુ લીધી. વિરૂદ્ધ રાજ્યાતિક્રમ કીધો. નવા, પુરાણા, સરસ, વિરસ, સજીવ, નિર્જીવ વસ્તુના ભેળ-સંભેળ કીધા. કૂડે કાટલે, તોલે, માને, માપે વહોય, દાણચોરી કીધી. કુણહીને લેખે 'વરસ્યો. સાટે લાંચ લીધી, કૂડો કરહો કાઢ્યો, વિશ્વાસઘાત કીધો, પરવંચના કીધી. પારંગ કૂડાં કીધાં. દાંડી ચઢાવી. લહકે ત્રહકે કૂડાં કાટલાં માન માપાં કીધાં. માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર, વંચી કુણહીને દીધું. જુદી ગાંઠ કીધી. થાપણ ઓળવી. કુણહીને લેખે પલેખે ભૂલવ્યું. પછી વસ્તુ ઓળવી લીધી. ત્રીજે સ્થૂલ-અદત્તાદાન-વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષદિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં, અજાણતાં હુઓ હોય, તે સવિ મને, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. (૩)
ચોથે સ્વદારાસંતોષ, પરસ્ત્રીગમનવિરમણવ્રતે પાંચ અતિચાર અપરિગ્રહિયા ઈત્તર.
અપરિગૃહીતાગમન, ઈત્રપરિગૃહીતાગમન કીધું. વિધવા, વેશ્યા, પરસ્ત્રી, કુલાંગના, સ્વદારા-શોકતણે વિષે દષ્ટિ-વિપર્યાસ કીધો. સરાગ વચન બોલ્યા. આઠમ ચૌદશ અનેરી પર્વતિથિના નિયમ લઈ ભાંગ્યા; ઘર-ઘરણાં કીધાં, કરાવ્યાં, વર-વહુ વખાણ્યાં. કુવિકલ્પ ચિંતવ્યો. અનસંક્રીડા કીધી. સ્ત્રીનાં અંગોપાંગ નીરખ્યાં. પરાયા વિવાહ જોડ્યા. ઢીંગલા-ઢીંગલી પરણાવ્યા. કામભોગતણે વિષે તીવ્ર અભિલાષ કીધો. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર સુહણે સ્વપ્નાંતરે હુઆ, કુસ્વપ્ન લાધ્યાં. નટ, વિટ, સ્ત્રી શું હાંસુ કીધું. ચોથે સ્વદારા સંતોષ પરસ્ત્રીગમનવિરમણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં, અજાણતાં હુઓ હોય, તે સવિ મને, વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્કડં. (૪) ૧. છેતર્યો. ૨. કાંટાના બે પાસા. ૩. લહેકો કરી. ૪. નાતરાં.
જગતમાં ઓછા પુયવાળાઓને આશાઓ ઘણી હોય છે.