________________
શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ.
૨૩૫
અનેરા કાંઈ કામકાજ કરતાં નિર્બસપણું કીધું. જીવરક્ષા રૂડી ન કીધી. સંખારો સૂકવ્યો. રૂડું ગળણું ન કીધું. અણગળ પાણી વાપર્યું, રૂડી જયણા ન કીધી, અણગળ પાણીએ ઝીલ્યા. લૂગડાં ધોયાં. ખાટલા તાવડે નાખ્યા, ઝાટક્યા. જવાકુલ ભૂમિ લીંપી. વાશી ગાર રાખી. દળણે, ખાંડણે, લીંપણે રૂડી જયણા ન કીધી. આઠમ ચઉદશના નિયમ ભાંગ્યા, ધૂણી કરાવી.
પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છા મિ દુક્કડં. (૧)
બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રતે પાંચ અતિચાર સહસા રહસ્સેદારે.
સહસત્કારે કુણહિ પ્રત્યે અજુગતું આળ-અભ્યાખ્યાન દીધું. સ્વદારા-મંત્રભેદ કીધો. અનેરા કુણહીનો મંત્ર, આલોચ, મર્મ પ્રકાશ્યો. કુણહીને અનર્થ પાડવા કૂડી બુદ્ધિ દીધી. કૂડો લેખ લખ્યો, કૂડી સાખ ભરી, થાપણ-મોસો કીધો. કન્યા, ગૌ, ઢોર, ભૂમિસંબંધી લેહણે દેહણે વ્યવસાયે વાદ વઢવાડ કરતાં મોટકું જૂઠું બોલ્યા. હાથ-પગ-તણી ગાળ દીધી. કડકડા મોડ્યા, મર્મ વચન બોલ્યાં. બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતાં, અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્કડં. (૨)
ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રતે પાંચ અતિચાર તેના હડપ્પઓગે. - ઘર, બાહિર, ક્ષેત્રે, ખળે પરાઈ વસ્તુ અણમોકલી લીધી, વાવરી, ચોરાઈ વસ્તુ વહોરી. ચોર ધાડ પ્રત્યે સંકેત કીધો, તેહને સંબલ દીધું,
૧. કલંક. ૨. પોતાની સ્ત્રીની છાની છાની વાત પ્રગટ કરી. ૩. થાપણ ઓળવી. ૪. હાથ ભાંગે, પગ ભાંગે એમ કહ્યું. ૫. ખરીદ કરી.
sessરાજપરા
સારા માણસને કેમ ખરાબ કરવો તે બધી આવડત કામમાં છે.