________________
૨૩૪
રત્નત્રયી ઉપાસન
અરિહંત ધર્મના આગાર, વિશ્વોપકારસાગર, મોક્ષમાર્ગના દાતાર ઈસ્યા, ગુણ ભણી ન માન્યા, ન પૂજ્યા. મહાસતી, મહાત્માની ઈહલોક પરલોક સંબંઘીયા ભોગવાંછિત પૂજા કીધી. રોગ, આતંક કષ્ટ આવ્યે ખીણ વચન ભોગ માન્યા, મહાત્માના ભાત, પાણી, મલ, શોભાતણી નિંદા કીધી. કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર કુભાવ હુઓ. મિથ્યાત્વી તણી પૂજા-પ્રભાવના દેખી પ્રશંસા કીધી; પ્રીતિ માંડી; દાક્ષિણ્ય લગે તેહનો ધર્મ માન્યો, કીધો.
શ્રીસમ્યક્ત્વ-વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મને, વચને, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્કડં.
પહેલે સ્થૂલ પ્રાણાતિપાત-વિરમણવ્રતે પાંચ અતિચાર –વહબંધવિચ્છેએ.
દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રીસવશે 'ગાઢો ઘાવ ઘાલ્યો, ગાઢે બંધને બાંધ્યો, અધિક ભારઘાલ્યો. નિર્ણાંછન કર્મ કીધાં. ચારા-પાણી તણી વેળાએ સાર-સંભાળ ન કીધી. લેહણે-દેહણે કિણહિ પ્રત્યે લંઘાવ્યો, તેણે ભૂખ્યું આપણે જમ્યા, કને રહી મરાવ્યો, બંદીધાને ઘલાવ્યો. સળ્યાં ધાન્ય તાવડે નાખ્યાં, દળાવ્યાં, ભરડાવ્યાં, શોધી ન વાવર્યાં. ઇંધન, છાણાં અણશોધ્યાં બાળ્યાં, તે માંહિ સાપ, વીંછી, ખજૂરા, સરવલા, માંકડ, જુઆ, ગિંગોડા °સાહતાં મૂઆ, દુહવ્યા, રૂડે સ્થાનકે ન મૂક્યા. કીડી-મંકોડીનાં ઈંડાં વિછોહ્યાં. લીખ ફોડી, ઉર્દૂલ્હી, કીડી, મંકોડી, ઘીમેલ, કાતરા, ચુડેલ, પતંગીયા, દેડકાં, અલસીયાં, ઈયળ, કુંતા, ડાંસ, મસા, બગતરા, માખી, તીડ પ્રમુખ જીવ વિણઠ્યા. માળા હલાવતાં, ચલાવતાં પંખી, ચકલાં, કાગતણાં ઈંડા ફોડ્યા. અનેરા એકેંદ્રિયાદિક જીવ વિણામ્યા, દુહવ્યા. કાંઈ હલાવતાં, ચલાવતાં, પાણી છાંટતાં,
૧. આકરો. ૨. પ્રહાર. ૩. પકડતાં. ૪. જુદા કર્યાં.
જે માણસ કોઈનો ય નહીં તેની કિંમત કોડી જેટલી નહીં.