________________
શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ
૨૩૩
વિશેષતઃ શ્રાવતણે ધર્મે શ્રી સમ્યત્વમૂલ બાર વ્રત, સમ્યત્વતણાં પાંચ અતિચાર-સંકાકંખવિગિચ્છા.
શંકા – શ્રી અરિહંતતણાં બલ, અતિશય, જ્ઞાનલક્ષ્મી, ગાંભીર્યાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રિયાનાં ચારિત્ર, શ્રી જિનવચન તણો સંદેહ કીધો.
આકાંક્ષા - બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાલ, ગોગો, આસપાલ, પાદરદેવતા, ગોત્રદેવતા, ગ્રહપૂજા, વિનાયક, હનુમંત, સુગ્રીવ, વાલી, નાહ ઈત્યેવમાદિક દેશ, નગર, ગામ, ગોત્ર, નગરી, જુજુઆ, દેવદેહરાના પ્રભાવ દેખી રોગ આતંક કષ્ટ આવ્ય ઈહલોક પરલોકાર્પે પૂજ્યા, માન્યા; સિદ્ધ વિનાયક જીરાઉલાને માન્યું-ઈછ્યું. બૌદ્ધ-સાંખ્યાદિક સંન્યાસી, ભરડા, ભગત, લિંગિયા, જોગીયા, જોગી, દરવેશ અનેરા દર્શનીયા તણો કષ્ટ, મંત્ર, ચમત્કાર દેખી, પરમાર્થ જાણ્યા વિના ભૂલાવ્યા, મોહ્યા, કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં, શ્રાદ્ધ, સંવત્સરી, હોળી, બળેવ, માહીપૂનમ, અજા-પડવો, પ્રેતબીજ, ગૌરીત્રીજ, વિનાયકચોથ, નાગપંચમી, ઝીલણા છઠ્ઠી, શીલ-સાતમી, ધ્રુવ આઠમી, નૌલીનવમી, અહવા-દશમી, વ્રત-અગ્યારશી, વચ્છે-બારશી. ધન-તેરસી, અનંતચઉદશી, અમાવસ્યા, આદિત્યવાર, ઉત્તરાયણ, નૈવેદ્ય કીધાં. નવોદક, યાગ, ભોગ, ઉતારણાં કીધાં, કરાવ્યાં, અનુમોદ્યો; પીંપળે પાણી ઘાલ્યાં, ઘલાવ્યાં; ઘર બાહિર ક્ષેત્રે, ખલે, કૂવે, તળાવે, નદીએ, કહે, વાવીએ, સમુદ્ર, કુંડે, પુન્ય હેતુ સ્નાન કીધાં, કરાવ્યાં, અનુમોહ્યાં, દાન દીધાં. ગ્રહણ શનૈશ્ચર, મહામાસે નવરાત્રી ન્હાયાં. અજાણના થાપ્યાં. અનેરાઈ વ્રતવ્રતોલાં કીધાં, કરાવ્યાં.
‘વિતિગિચ્છા' - ધર્મ સંબંધીયા લતણે વિષે સંદેહ કીધો. જિન
૧. નાગદેવ-સર્પ. ૨. દિશાપાલ. ૩. ગણેશ. ૪. જુદા જુદા. ૫. દેવવિશેષ. ૬. બ્રાહ્મણ. ૭. ફકીર. ૮. અજાણ માણસોએ સ્થાપેલા.
વિષયો વિષ કરતાંય ભયંકર છે, એમ જ્ઞાનીઓ કહે છે.