________________
૨૩૨
રત્નત્રયી ઉપાસના
નકીધી; તથા સાધર્મિક સાથે કલહ કર્મબંધ કીધો. બિંબ પ્રત્યે વાસકુંપી, ધૂપધાણું, કળશતણો ઠબકો લાગ્યો, બિમ્બ હાથે થકી પાડ્યું, ઉસાસ નિઃસાસ લાગ્યો. દેહરે ઉપાશ્રયે મલશ્લેષ્માદિક લોઢું. દેહરામાં હાસ્ય, ખેલ, કેલિ, કુતૂહલ, આહાર, નિહાર કીધાં, પાન, સોપારી, નિવેદીયાં ખાધાં, ઠવણાયરિય હાથ થકી પાડ્યાં; પડિલેહવા વિસાર્યા. જિનભવને ચોરાશી આશાતના, ગુરુ-ગુરુણી પ્રત્યે તેત્રીસ આશાતના કીધી હોય, ગુરુવચન “તહત્તિ’ કરી પડિવળ્યું નહીં. દર્શનાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છા મિ દુક્કડં.
(૨).
ચારિત્રાચારે આઠ અતિચાર - પણિહાણ જોગજરો, પંચહિં સમિહિં તીહિં ગુનાહિં; એસ ચરિત્તાયારો, અઠવિહો હોઈ નાયવ્યો. ૧.
ઈર્યાસમિતિ તે અણજોએ હિંડ્યા. ભાષાસમિતિ તે સાવદ્ય વચન. બોલ્યા. એષણા સમિતિ તે તૃણ, ડગલ, અન્ન, પાણી અસૂઝતું લીધું. આદાનભંડમત્તનિકખેવણા-સમિતિ તે આસન, શયન, ઉપકરણ, માતરું પ્રમુખ અણપુંજી છવાકુલ ભૂમિકાએ મૂકયું-લીધું. પારિષ્ઠાપનિકાસમિતિ તે મલ, મૂત્ર, શ્લેષ્માદિક અણપૂંજી છવાકુલ ભૂમિકાએ પરઠવ્યું. મનોગુપ્તિ મનમાં આર્તરૌદ્ર ધ્યાન ધ્યાયાં. વચનગુપ્તિ સાવધ વચન બોલ્યા. કાયપ્તિ શરીર અણપડિલેહ્યું હલાવ્યું, અણપૂંજે બેઠા. એ અષ્ટ પ્રવચન માતા સાધુતણે ધર્મે સદૈવ અને શ્રાવતણે ધર્મે સામાયિક પોસહ લીધે, રૂડી પેરે પાળ્યાં નહીં, ખંડણા વિરાધના હુઈ. ચારિત્રચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી, તસ્ય મિચ્છામિ દુક્કડં. (૩). ૧. નૈવેદ્ય.
કડક
કામને પરવશ બનેલા ધર્મના સ્થાને આવીને પણ ક્યાંના ક્યાં પહોંચી ગયા.