SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ ૨૩૧ જ્ઞાનોપગરણ-પાટી, પોથી, ઠવણી, કવલી, નવકારવાલી, સાપડા, સાપડી, 'દસ્તરી, વહી, કાગળિયા, ઓલિયા પ્રમુખ પ્રત્યે પગ લાગ્યો, ઘૂંક લાગ્યું, ઘૂંકે કરી અક્ષર માંજ્યો, ઓશીસે ધર્યો, કને છતાં આહાર 'નિહાર કીધો, જ્ઞાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધી, “પ્રજ્ઞાપરાધે વિણાસ્યો, વિણસતાં ઉવેખ્યો; છતી શક્તિએ સાર-સંભાળ ન કીધી, જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ મત્સર ચિતવ્યો. અવજ્ઞા આશાતના કીધી. કોઈ પ્રત્યે ભણતાં ગણતાં અંતરાય કીધો. આપણા જાણપણાતણો ગર્વ ચિંતવ્યો. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન એ પંચવિધ જ્ઞાનતણી અસદુહણા કીધી. કોઈ તોતડો બોબડો (દેખી) હસ્યો, વિર્યો, અન્યથા પ્રરૂપણા કીધી. જ્ઞાનાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મને, વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્કડ (૧) - દર્શનાચારે આઠ અતિચાર – નિસંકિય નિકંખિય, નિવ્યિતિગિચ્છા અમૂઢીિ એ, ઉવવૃહ થિરીકરણે, વચ્છલ ભાવણે અઠ. ૧. દેવ-ગુરુ-ધર્મ તણે વિષે નિશંકપણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ન કીધો. ધર્મસંબંધીયા ફલતણે વિષે નિઃસંદેહ બુદ્ધિ ધરી નહીં. સાધુ સાધ્વીનાં મલ-મલિન ગાત્ર દેખી દુર્ગાછા નિપજાવી, કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર અભાવ હુઓ. મિથ્યાત્વીતણી પૂજા પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણું કીધું, તથા સંઘમાહે ગુણવંતતણી અનુપબૃહણા કીધી. અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ અભક્તિ નિપજાવી, અબહુમાન કીધું. તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય, ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણામ્યા, વિણસતાં ઉવેખ્યા, છતી શક્તિએ સાર સંભાળ ૧. દફતર. ૨. ચોપડો. ૩. લખેલા કાગળના વીંટા. ૪. ઝાડો. ૫. ઓછી સમજને લીધે. ૬. ઉપેક્ષા. ૭. મશ્કરી કરી. જેને શીલ સાચવવાની ઈચ્છા હોય તેણે રસના ઉપર પણ કાબુ મેળવવો જોઈએ.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy