________________
રત્નત્રયી ઉપાસના
(૨૨) શ્રી સુલતાન પાર્શ્વનાથ શ્રી સુલતાન પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. સિદ્ધપુર, જિ. મહેસાણા-૩૮૪૧૫૧ ૐ હ્રીં શ્રી સુલતાન પાર્શ્વનાથાય નમઃ બાદશાહોના બાદશાહ છે તેથી જ તે સુલતાન છે, સહુ ભાન ભૂલી સમયનું તુજ ભક્તિમાં ગુલતાન છે, છે સિદ્ધપુર મંડન પ્રભુ જે સિદ્ધિ દેતા ભવ્યને, ‘‘સુલતાન’’ પારસનાથને ભાવે કરું હું વંદના.
(૨૪) શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. પાલનપુર (ઉત્તર ગુજરાત) ૐ હ્રીં શ્રી પલ્લવીયા પાર્શ્વનાથાય નમઃ અતિ પાપી પ્રહલાદન રૃપે તુજ પાલવ પકડ્યો પ્રેમથી, પલ્લવિત થયો તસ કોઢ ગળતો દેહ પ્રભુ તુજ રહેમથી, પલ્લવિત કરો મુજ ધર્મવેલી તુજ કૃપા જલ રેલથી, ‘‘શ્રી પલ્લવીયા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
સુલતાન
નાય
>>>I
(૨૩) શ્રી ડોસલા પાર્શ્વનાથ શ્રી ડોસલા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ. પો. ઘોતા સકલાણા, જિ. બનાસકાંઠા (ગુજ.) ૐ હ્રીં શ્રી ડોસલા પાર્શ્વનાથાય નમઃ તુજ નામ એકસો આઠ છે પણ નાથ તું તો એક છે, તુજ ભક્તિથી મુજ મુક્તિ થાયે નેક એ મુજ ટેક છે, મુજ ગાડું મોક્ષે વાળજો, ઘરડા જ ગાડાં વાળતા, ‘‘શ્રી ડોસલા'’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
27/