________________
(૨૦) શ્રી કલ્યાણ પાર્શ્વનાથ
શ્રી કલ્યાણ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ. કડી દરવાજા, મુ.પો. વીસનગર, મહેસાણા ૐ હ્રીં શ્રી કલ્યાણ પાર્શ્વનાથાય નમઃ
જે કૂપમાંથી પ્રગટતા ભવકૂપથી ઉગારવા, ને વીસનગરમાં વિરાજતા મોહવિષને ઉતારવા, કલ્યાણ કરતાં સૌ જીવોનું ત્રણ ભવોથી જે પ્રભુ, ‘‘કલ્યાણ’’ પારસનાથને ભાવે કરું હું વંદના.
Asi
રત્નત્રયી ઉપાસના
(૧૯) શ્રી નાગફણા પાર્શ્વનાથ શ્રી નાગફણા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. વિહાર, તા. વીજાપુર, જિ. મહેસાણા (ઉ.ગુ.) ૐ હ્રીં શ્રી નાગફણા પાર્શ્વનાથાય નમઃ કાષ્ઠમાં જલતો ફણિધર તે ઉગાર્યો પ્રેમથી, ક્રોધે બળે મુજને નિહાળો ઓ પ્રભુજી, રહેમથી, ઉપસર્ગ કમઠે આદર્યો ત્યાં ફણા ફણિપતિએ ધરી, શ્રી ‘‘નાગફણા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
(૨૧) શ્રી મનોરંજન પાર્શ્વનાથ શ્રી મનોરંજન પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ સ્ટેશન રોડ, મહેસાણા (ઉ.ગુ.)-૩૮૪૦૦૧ ૐ હ્રીં શ્રી મનોરંજન પાર્શ્વનાથાય નમઃ ભવદુઃખખંડન નાથ નિરંજન મનોરંજન હે પ્રભુ ! હે વામાનંદન ત્રિજગવંદન શીતલચંદન હે વિભુ ! મહેશાજી રાજા આપનું પૂજન કરી મનરંજતા, ‘‘શ્રી મનોરંજન’” (પ્રભુ) પાર્શ્વને ભાવે કરું હું વંદના.