________________
શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ
૨૦૩
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જવણિજાએ, નિસાહિએ, મત્થણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક મુહપત્તિ પડિલેહું ? ઈચ્છે."
મુહપત્તિના ૫૦ બોલ ૧. સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદહું, ૨. સમ્યકત્વ મોહનીય, ૩. મિશ્ર મોહનીય,૪. મિથ્યાત્વ મોહનીય પરિહરું, ૫. કામરાગ, ૬. સ્નેહરાગ, ૭. દષ્ટિરાગ પરિહરું, ૮. સુદેવ, ૯. સુગુરુ, ૧૦. સુધર્મ આદરું, ૧૧. કુદેવ, ૧૨. કુગુરુ, ૧૩. કુધર્મ પરિહરું, ૧૪. જ્ઞાન ૧૫. દર્શન ૧૬. ચારિત્ર આદરૂં, ૧૭. જ્ઞાન-વિરાધના, ૧૮. દર્શન-વિરાધના, ૧૯. ચારિત્ર-વિરાધના પરિહરું, ૨૦. મનગુપ્તિ, ૨૧. વચનગુપ્તિ, ૨૨. કાલગુપ્તિ આદરૂં, ૨૩. મનદંડ, ૨૪. વચનદંડ, ૨૫. કાયદંડ પરિહરું. બાકીના ૨૫ બોલ અંગ પડિલેહતાં બોલવા. (ડાબો હાથ પડિલેહતાં) ૧. હાસ્ય, ૨. રતિ, ૩. અરતિ પરિહરૂં. (જમણો હાથ પડિલેહતાં), ૪. ભય, ૫. શોક, ૬. દુર્ગાછા પરિહરું. (માથે પડિલેહતાં) ૭. કૃષ્ણલેશ્યા, ૮. નીલલેશ્યા, ૯. કાપોતલેશ્યા પરિહરું. (મોઢે પડિલેહતાં) ૧૦. રસગારવ, ૧૧. ઋદ્ધિગારવ, ૧૨. સાતાગારવ પરિહરું. (છાતી આગળ પડિલેહતાં) ૧૩. માયાશલ્ય, ૧૪. નિયાણશલ્ય, ૧૫. મિથ્યાત્વશલ્ય પરિહરું. (ડાબા ખભે પડિલેહતાં), ૧૬. ક્રોધ, ૧૭. માન પરિહરું. (જમણા ખભે પડિલેહતાં) ૧૮. માયા, ૧૯. લોભ પરિહરૂં. (ડાબો ઢીંચણ પડિલેહતાં) ૨૦. પૃથ્વીકાય, ૨૧. અપકાય, ૨૨. તેઉકાયની રક્ષા કરૂં.
પંડિત મરણ તો તે જ મેળવે છે કે જે એકાંતે ધર્મ જ આચરતો હોય.