________________
૨૦૦
રત્નત્રયી ઉપાસના
Ro
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્યેસિં, પઢમં હવઈ મંગલં. સામાયિક પારવાનું સૂત્ર
સામાઈયવય–જુત્તો, જાવ મણે હોઈ નિયમ-સંજુત્તો; છિન્નઈ અસુહં કર્માં, સામાઈય જત્તિયા વારા. ૧ સામાઈયમ્મિ ઉ કએ, સમણો ઈવ સાવઓ હવઈ જમ્હા; એએણ કારણેણં, બહુસોં સામાઈયં કુજા. ૨
૨
સામાયિક વિધિએ લીધું, વિધિએ પાર્યું, વિધિ કરતાં જે કોઈ અવિધિ થઈ હોય તે સવિ મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
દશ મનના, દશ વચનના, બાર કાયાના, એ બત્રીસ દોષમાંહી જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ કરી મન વચન કાયાએ મિચ્છામિ દુક્કડં.
સૂચના પુસ્તકાદિની સ્થાપના સ્થાપીને પ્રતિક્રમણ કર્યું હોય તો સામાયિક પાર્યા પછી જમણો હાથ ઉત્થાપન મુદ્રાથી સ્થાપના સામો સવળો રાખીને નવકાર ગણી, પછી ઊઠી પુસ્તકાદિ યોગ્ય સ્થાને મૂકવું. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલ.
॥ સામાયિક પારવાનો વિધિ સંપૂર્ણ ॥ ઈતિ શ્રી દેવસિય પ્રતિક્રમણ વિધિ સમાપ્ત. 卐圖卐
જે ભણવાથી અને સમજવાથી હેય વસ્તુ ઉપાદેય લાગે અને ઉપાદેય હેય લાગે તે મિથ્યાજ્ઞાન છે.