________________
૧૫૪
રત્નત્રયી ઉપાસના
8 શ્રી દેવસિય પ્રતિક્રમણ વિધિ સહિતની
પ્રતિક્રમણની શરૂઆતમાં સામાયિક લેવું. આ પ્રતિક્રમણ સાંજે કરવામાં આવે છે. સામાયિક લેવાની વિધિ
, (શ્રાવક-શ્રાવિકાએ સામાયિક લેવા માટે બાહ્ય-શુદ્ધિ કરવાની જરૂર છે. તેથી સૌથી પ્રથમ હાથ-પગ ધોઈ સ્વચ્છ થવું અને શુદ્ધ વસ્ત્રો પહેરવાં. ત્યાર પછી ચોખ્ખી જગ્યાએ ભૂમિને પૂંછને ઊંચા આસને સાપડા ઉપર ધાર્મિક વિષયનુંજેમાં નવકાર તથા પંચિદિયનો પાઠ હોય તેવું પુસ્તક મૂકવું. સામાયિકનો બે ઘડીનો એટલે ૪૮ મિનિટનો સમય ધાર્મિક ક્રિયામાં ગાળવાનો છે. નવકારવાળી ગણવી અથવા તો ધાર્મિક વિષયનાં જ પુસ્તકો વાંચવા. સામાયિકનો કાળ જાણવા માટે ઘડી અગર તો ઘડિયાળ પણ પાસે રાખવાની જરૂર છે. ત્યાર પછી કટાસણું, મુહપત્તિ અને ચરવળો લઈ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને જમણો હાથ સ્થાપનાચાર્ય સામે અવળો રાખીને નવકાર તથા પંચિંદિય બોલવાં.) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવક્ઝાયાણ, નમો લોએ સવ્વસાહૂણં,
એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, | મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ. પંચિંદિય સંવરણો, તહ નવવિહ બંભર્ચર ગુતિધરો; ચઉવિહ-કસાય-મુક્કો, ઈસ અઠારસ ગુણહિં સંજુરો. ૧
સ્થાપના સ્થાપતાં હાથ ઊંધો રાખવાનું કારણ કોઈ વસ્તુ મૂકતાં તેવો હાથ
રખાય છે. અહીં સ્થાપના સ્થાપતાં આચાર્યના છત્રીસ ગુણ મૂકવાના છે. ૨. આ મહામંત્ર છે, તેમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યો છે, તેથી
તેનું બીજું નામ “પંચમંગલ' સૂત્ર છે, તેમજ નવ પદ હોવાથી નવકાર પણ
કહેવાય છે. ૩. આ સૂત્રમાં આચાર્યના છત્રીસ ગુણોનું વર્ણન કર્યું છે, અને ગુરુની સ્થાપના
કરતાં બોલાય છે.
1.
આપણાં શાસનમાં તો આજ્ઞા એ જ ધર્મ !