________________
શ્રી રાઈ-પ્રતિક્રમણ વિધિ :
૧પ૩
પ્રભુજી આવ્યો છાલાકુંડ કે,
શિતળ છાંયડી રે લોલ પ્રભુ (૩) પ્રભુજી આવી રામજપોળ કે,
સામી મોતી વસહી રે લોલ, પ્રભુજી મોતી વસહી દીસે ઝાકઝમાલ કે,
જોયાની મુક્તિ ભલી રે લોલ; પ્રભુ.(૪) પ્રભુજી આવી વાઘણ પોળ કે, '
ડાબા ચક્કસરી રે લોલ, પ્રભુજી ચકેસરી જિનશાસન રખેવાળ કે, સંઘની સહાય કરે રે લોલ. પ્રભુ.
(૫) પ્રભુજી આવી હાથણ પોળ કે,
સામા જગધણી રે લોલ, પ્રભુજી આવ્યા મૂળ ગભારે કે,
આદિશ્વર ભેટીયા રે લોલ. પ્રભુ (૬) પ્રભુજી આદિશ્વર ભેટે ભવ દુઃખ જાય છે,
- શિવ સુખ પામીયે રે લોલ; પ્રભુજીનું મુખડું પુનમ કેરો ચંદ કે,
મોહ્યા સુરપતિ રે લોલ. પ્રભુ (૭) પ્રભુજી તુમ થકી નહિ રહું દૂર છે,
ગિરિપંથે વસ્યા રે લોલ; પ્રભુજી એવી વીર વિજયની વાણી કે,
શિવસુખ આપજો રે લોલ. પ્રભુ (૮)
ગુરૂ-સાંનિધ્ય આરાધક આત્માઓ માટે સંજીવની છે.