________________
શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ
QQCT
૧૪૯
સિદ્ધાચલગિરિ ભેટ્યા રે ધન્ય ભાગ્ય હમારા, એ ગિરિવરનો મહિમા મોટો, કહેતાં ન આવે પારા, રાયણ રૂખ સમોસર્યા સ્વામી, પૂર્વ નવાણું વારા રે. ધ૦ ૧ મૂળનાયક શ્રી આદિજિનેશ્વર, ચઉમુખ પ્રતિમા ચારા; અષ્ટ દ્રવ્યશું પૂજો ભાવે, સમકિત મૂલ આધારા રે. ધ૦ ૨ ભાવ ભક્તિ શું પ્રભુગુણ ગાતાં, અપના જન્મ સુધારા; યાત્રા કરી ભવિજન શુભ ભાવે, નરક-તિર્યંચ ગતિ વારા રે ધ૦ ૩ દૂર દેશાંતરથી હું આવ્યો, શ્રવણે સુણી ગુણ તોરા; પતિત ઉદ્ધારણ બિરૂદ તુમારૂં, એ તીરથ જગ સારા રે. ધ૦ ૪
સંવત અઢારસે ત્યાશી માસ આષાઢા, વદી આઠમ ભોમવારા; - પ્રભુજી કે ચરણ પ્રતાપકે સંઘમેં, ખિમારતના પ્રભુ પ્યારા રે. ધન્ય૦૫
(૯) ચાલો ચાલો વિમલગિરિ જઈએ રે, ભવજલ તરવાને; તુમે જણાએ ધરજે પાયરે, પાર ઉતરવાને. એ આંકણી, બાલ કાલની ચેષ્ટા ટાળી,
હારે હું તો ધર્મ યૌવન હવે પાયો રે; ભવ૦ ભૂલ અનાદિની દૂર નિવારી, હરે તો અનુભવમાં લય લાયો રે; પાર૦ ચાલો૦ ૧ ભવ તૃષ્ણા સવિ દૂર નિવારી, હિરે મારી જિન ચરણે લય લાગી રે; ભવ૦ સંવર ભાવમાં દિલ હવે ઠરીયું, હીરે મારી ભવની ભાવઠ ભાંગી રે. પાર૦ ચાલો૦ ૨
ઘર્મના બહાને ઠગવામાં બુદ્ધિની ઝાંખપ નથી પણ ગુણ છે.