________________
૧૪૮
રત્નત્રયી ઉપાસના
કલિકાલે એ તીરથ મોટું, પ્રવાહણ જેમ ભાદરીએ. વિમલગિરિ૦૯ ઉત્તમ એ ગિરિવર સેવંતા, પદ્મ કહે ભવ તરીએ. વિમલગિરિ૦૧૦
આંખડીએ રે મેં આજ, શત્રુંજય દીઠો રે; સવા લાખ ટકાનો દહાડો રે, લાગે મને મીઠો રે. સફળ થયો મારા મનનો ઉમાહો, વાલા મારા,
ભવનો સંશય ભાંગ્યો રે, નરક તિર્યંચગતિ દૂર નિવારી, ચરણે પ્રભુજીને લાગ્યો રે. શત્રુંજય૦ ૧ માનવભવનો લાહો લીજે, વાલા દેહડી પાવન કીજે રે, સોના-રૂપાને ફુલડે વધાવી, પ્રેમે પ્રદક્ષિણા દીજે રે. શત્રુંજય૦ ૨ દુધડે પખાડી ને કેસર ઘોળી, વાલા) શ્રી આદીશ્વર પૂજ્યા રે, શ્રી સિદ્ધાચલ નયણે જોતાં, પાપ મેવાસી ધ્રુજ્યા રે. શત્રુંજય૦ ૩ શ્રીમુખ સુધર્મા સુરપતિ આગે, વાલાવીરજિણંદ એમ બોલે રે, ત્રણ ભુવનમાં તીરથ મોટું, નહિ કોઈ શત્રુ તોલે રે. શત્રુંજય૦ ૪ ઈન્દ્ર સરિખા એ તીરથની, વાલા ચાકરી ચિત્તમાં ચાહે રે; કાયાની તો કાગળ કાઢી, સુરજકુંડમાં નાહે રે. શત્રુંજય૦ ૫ કાંકરે કાંકરે શ્રી સિદ્ધક્ષેત્રે, વાલા સાધુ અનંતા સિધ્યા રે; તે માટે એ તીરથ મોટું, ઉદ્ધાર અનંતા કીધા રે. શત્રુંજય૦ ૬ નાભિરાયા સુત નયણે જોતાં, વાલામેહ અમીરસ વૂક્યા રે; ઉદયરત્ન કહે આજ મારે પોતે, શ્રી આદીશ્વર ચુક્યા રે. શત્રુંજય૦ ૭
ધર્મી મોક્ષનો અર્થી જે કાંઈ માંગે તે મોક્ષની સાધનામાં અનુકૂલ હોય તે જ માગે.